લાલવાડી આવાસમાંથી દારૂની 50 બોટલ સાથે યુવાન ઝડપાયો

પોલીસે રૂ. 30, 000ની મતા કબજે કરી

DivyaBhaskar News Network | Updated - Sep 10, 2018, 02:25 AM
Jamnagar - લાલવાડી આવાસમાંથી દારૂની 50 બોટલ સાથે યુવાન ઝડપાયો
લાલવાડી આવાસમાંથી દારૂની 50 બોટલ દારૂ સાથે યુવાનને પકડી પાડ્યો છે. પોલીસે દારૂ, મોબાઇલ સહિત રૂ. 30000ની મતા કબજે કરી છે.

કૈલાશનગર લાલવડી આવાસ બ્લોક નં.104માં રહેતો નરેશ નાનજીભાઇ મંગેએ મકાનમાં દારૂનો સંગ્રહ કર્યાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે તા. 8ના દરોડો પાડતા મકાનમાંથી દારૂની 50 બોટલ મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો, મોબાઇલ સહીત રૂ. 30000ની મતા કબજે કરી નરેશની ધરપકડ કરી હતી અને સાગર ભાનુશાળી (રે. શંકર ટેકરી)ફરાર થઇ ગયો હતો.પોલીસે બંને શખ્સો સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

X
Jamnagar - લાલવાડી આવાસમાંથી દારૂની 50 બોટલ સાથે યુવાન ઝડપાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App