Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Jamnagar » Jamnagar - જામનગર, દ્વારકામાં જુગાર રમતી 3 મહિલા સહિત 36 શખ્સ ઝડપાયા

જામનગર, દ્વારકામાં જુગાર રમતી 3 મહિલા સહિત 36 શખ્સ ઝડપાયા

Divyabhaskar.com | Updated - Sep 10, 2018, 02:25 AM

દરેડ, મુંગણી, લાલપુર, જામજોધપુર, હર્ષદપુરમાં દરોડા રોકડ-મોબાઇલ સહિત રૂ. 316010ની મતા કબજે

  • Jamnagar - જામનગર, દ્વારકામાં જુગાર રમતી 3 મહિલા સહિત 36 શખ્સ ઝડપાયા
    જામનગર અને દેવભૂમિ દ્રારકા જિલ્લામાં પોલીસે દરોડા પાડી જુગાર રમતી 3 મહીલા સહીત 36 શખ્સોને પકડી પાડયા છે.દરોડા દરમ્યાન 15 શખ્સો ફરાર થઇ ગયા હતાં.પોલીસે રોકડ,મોબાઇલ સહીત રૂ.316010ની મતા કબ્જે કરી હતી.

    દરેડમાં એફસીઆઇ ગોડાઉન પાછળ તીનપતીનો જુગાર રમતા મહેશ જમન સોનગરા, રમેશ ડાયા ચનુરા, સુરેશ મેરામણ કોડીયાતરને પોલીસે પકડી પાડી રોકડા રૂ. 22300 કબજે કર્યા હતાં.મુંગણી ગાગવા રોડ પર બાવળની ઝાડીમાં જુગાર રમતા ભરતસિંહ ભાવસિંહ ઝાલા, જ્યેન્દ્રસિંહ કાનાજી પીંગળ, નંદલાલ રણછોડભાઇ જવાણી, મહોબતસિંહ મેરૂભા પરમારને પકડી પાડી રોકડ, મોબાઇલ સહીત રૂ. 129500ની મતા કબજે કરી હતી. દરોડા દરમિયાન રવીરાજસીંહ પ્રતાપસિંહ કંચવા, નરેન્દ્રસિંહ મહોબતસિંહ કંચવા, કમલેશ રમેશભાઇ બુજડ ફરાર થઇ ગયા હતા.

    ધ્રોલ તાલુકાના લાલપુર ગામની સીમમાં પોલીસે દરોડો પાડી તીન પતીનો જુગાર રમતા શૈલેષ દેવા ગજીયા, વિશાલ કાળુ જેઠા, સંદીપ પાચાભાઇ રાઠોડ, ઇકબાલ નુરમામદ સીપાઇને પકડી પાડી રોકડ રૂ. 3760 કબજે કર્યા હતા. દરોડા દરમ્યાન ઇકબાલ નુરમામદ સીપાઇ, દેવજી ચના પાટડીયા, જીવા રામજી વાઘેલા, ચમન હીટુ વાઘેલા, મુના મોમયા વાઘેલા, જગદીશ મોમયા વાઘેલા, જીતુ ગગજી વાઘેલા, જીથરો તરશી, પ્રવીણ ગગજી વાઘેલા, હરેશ, સોહીલ અને રાહુલ ફરાર થઇ ગયા હતા.

    જામજોધપુરમાં જુગાર રમતા ગોવીદ કરશના વાઢેર, મુકેશ જીજ્ઞેશ મણવર, જીતેન્દ્ર વાલજી પ્રજાપતિ, ગીતાબેન દીનુભાઇ ચિત્રોડા, ચેતનાબેન હ‌ષદભાઇ ચૌહાણ, બધીબેન રાઠોડ, રાકેશ માણસુરીયા, ધર્મેશ મણવર અને રીમાબેન રાજેશભાઇ પરમારને પકડી પાડી રોકડા રૂ. 61950 કબજે કર્યા હતા.

    જ્યારે જામનગરમાં વામ્બે આવાસ યોજના બાજુમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા ઘનશ્યામસિંહ ચંપુભાઇ પરમાર, રજાક કાસમ સુમરા, ઉમેદ દેવજી વીરાણી, બટુક જેન્તી ભલગામા, રફીક મહમદ ખફીને પોલીસે પકડી પાડી રૂ. 2500 કબજે કર્યા હતાં.

    દ્વારકા તાલુકામાં સીતાવાવ પાસે જુગાર રમતા લાલજી ડાયા સોનગરા, પ્રેમજી નારણ મઘોડીયા, ભોજા નાથા નકુમ, નાનજી નકુમ, ખીમા નકુમ, પ્રવીણ સોનગરા, મનસુખ સોનગરા, હીતેશ પરમારને પકડી પાડી રોકડા રૂ. 89800 કબજે કર્યા હતા.

    જયારે ખંભાળિયાના હર્ષદપુરમાં જુગાર રમતા ભીખા આસતાણી, મનોજ સોનગરા, રાહુલ ગોરીયા, રવજી નકુમ, સંદીપસિંહ રાઠોડ, કીરીટ વાડોલીયાને પકડી પાડી રોકડા રૂ. 6200 કબજે કર્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending