• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • લાલપુરના મેમાણા ગામે વાડીમાં વીજળી પડતાં 6 મજૂર દાઝ્યાં

લાલપુરના મેમાણા ગામે વાડીમાં વીજળી પડતાં 6 મજૂર દાઝ્યાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરશહેર-જિલ્લામાં રવિવારે સાંજે ગાજવીજ સાથે વરસાદ દરમ્યાન લાલપુરના મેમાણા ગામે વાડીમાં વીજળી પડતાં 6 ખેતમજૂર દાઝી જતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતાં.જયારે અન્ય બનાવોમાં 13 અબોલ જીવને આકાશી વીજળી ભરખી ગઇ હતી.ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી મોત બનીને ત્રાટકતાં ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે.

રવિવારે સાંજે વાતાવરણમાં પલટો આવતા અડધા હાલારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.આ દરમ્યાન મેમાણા ગામે ચંદુભાની વાડીમાં વીજળી પડતાં કામ કરી રહેલાં ખેતમજૂર ભાયાભાઇ,મનાભાઇ,અંતરબેન,ગુંદરીબેન,ભૂરીબેન અને બાયડાબેન દાઝી ગયા હતાં.આથી તમામને 108 મારફત સારવાર અર્થે લાલપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. બીજી બાજુ વીજળી પડતા લાલપુરના નાનાખડબામાં 4 ગાય, 1ધળખૂંટ, 1 વાછડું, 2 બળદ, મોટા પાંચસરામાં બે બળદ, નાની ભગેડીમાં 1 બળદ, ધ્રોલના હજામચોરામાં એક ભેંસ અને એક પાડીના મોત નિપજયા હતાં.