નજીવી બાબતે દંપતી દ્વારા મહિલા પર હીચકારો હુમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમહારાજા સોસાયટીમાં રહેતા મહિલાએ પોતાનું ઘર એક દંપતીને ભાડે રહેવા માટે આપ્યું હતું. દરમિયાનમાં લાઇટ બિલ ભરવાનું કહેતા દંપતીએ મકાનમાલિક સાથે બોલાચાલી કરી મારમાર્યો હતો. જેથી મહિલાને હોસ્પિટલે ખસેડાઇ હતી. જ્યાથી તેણે દંપતી વિરૂદ્ધ ફરિયાદ નોધાવી હતી.

યાસ્મિનબેન ઈસ્માઈલ ઇબ્રાહિમભાઈ ટીનવાલા (ઉ.વ.30) નામના મહિલાએ પોતાનું મહારાજા સોસાયટીમાં આવેલું મકાન આરીફભાઈને તથા તેમના પત્નીને ભાડે આપ્યું હતું. દરમિયાનમાં શનિવારે સાંજે દંપતીને લાઇટ બીલ ભરવાનું કહ્યું હતું, જે બાબતે બોલાચાલી થતાં યાસ્મિનબેન દ્વારા મકાન ખાલી કરી દેવા જણાવ્યુ હતું. જેથી ઉશ્કેરાયેલા દંપતીએ યાસ્મિનબેન પર હુમલો કર્યો હતો. જેથી યાસ્મિનબેનને લોહી-લુહાણ હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓએ સારવાર દરમિયાન દંપતી સામે ગુનો નોધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...