• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • ચેકથી ફી સ્વીકારનાર શાળા સામે કાયદેસરની કાર્યવાહી થશે

ચેકથી ફી સ્વીકારનાર શાળા સામે કાયદેસરની કાર્યવાહી થશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નોટબંધીપછી રિઝર્વ બેંક દ્વારા જામનગરને સ્વીકૃત ચલણીનોટો ફાળવવામાં આવતા લોકો ભારે હાડમારી ભોગવી રહ્યા છે. રોકડની તંગીથી આર્થિક વ્યવહારો ખોરવાયા છે. સ્થિતિમાં ખાનગી શાળાઓ ખુલ્લેઆમ દાદાગીરી કરી ચેક દ્વારા ફી લેવાનો ઈન્કાર કરી રહ્યાની વાલીઓમાં જોરશોરથી ફરિયાદો ઊઠી છે. મોટાભાગની ખાનગી શાળાઓ દ્વારા ગેરકાયદે ફી ના નામે ઉઘરાવાતા કાળા ધનને છૂપાવવા ચેકથી ફી સ્વીકારવાનો ઈન્કાર કરવામાં આવતો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

શહેરની ખાનગી શાળાઓની મનમાની સામે જિલ્લા શિક્ષણાધિકારી ડી.બી. પટેલે કેશલેસ ટ્રાન્ઝેક્શન અભિગમ અંતર્ગત ચેક દ્વારા ફી સ્વીકારવા ખાનગી શાળાઓને તાકીદનો આદેશ કર્યો છે. શિક્ષણાધિકારીએ શાળાઓને પાઠવેલા પરિપત્રમાં જણાવ્યા અનુસાર વાલીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવે છે કે,શાળાઓ ચેક દ્વારા ફી સ્વીકારવાની ના પાડે છે.

બાબત બિલકુલ યોગ્ય નથી. જેથી તમામ શાળાઓના આચાર્યઓ તથા શાળા મંડળોને જણાવવામાં આવે છે કે શાળામાં લેવાતી કોઈપણ પ્રકારની ફી જો વાલી રોકડથી ભરવાને બદલે ચેક દ્વારા આવી ફી ભરવા માંગતા હોય તો ફી સ્વીકારવી. ચેક દ્વારા પેમેન્ટનો કોઈપણ વાલીને ઈન્કાર કરવો નહીં. ચેક દ્વારા થતું ચૂકવણું પણ નાણાકીય વ્યવહારો મુજબ નિયમાનુસાર ગણી શકાય. કાર્યવાહી નહીં અનુસરનાર શાળાઓ/મંડળો સામે નિયમાનુસારની કાર્યવાહી કરવાની ફરજ પડશે, ત્યારે ડીઈઓના આદેશનું કેટલું પાલન થશે તે જોવાનું રહ્યું.

વાલીઓની ફરિયાદો પછી શિક્ષણાધિકારીનું પગલું

જિલ્લાની શાળાને પરિપત્ર ફાળવી આદેશ કરાયો

અન્ય સમાચારો પણ છે...