દરેડમાંથી શક પડતા 24 મોબાઈલ સાથે બેની ધરપકડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | દરેડ ગામ પાસે પેટ્રોલીંગ દરમ્યાન બે શખ્સો સસ્તા ભાવે મોબાઈલ વેચવાની તજવીજની બાતમી પોલીસને મળી હતી.જેના આધારે વોચ ગોઠવતા બે શખ્સો શંકાસ્પદ હાલતમાં જોવા મળતા પોલીસે તેને આંતરી થેલીની તલાશી લેતા બીલ કે આધાર પુરાવા વગરના 24 મોબાઈલ નીકળી પડયા હતા. પોલીસે દરેડના જ રહેવાસી સંજય ભીમજીભાઈ મકવાણા તથા લાલપુરના અપિયા ગામના અજય રમેશ ઝીંઝુવાડિયા નામના બન્ને શખ્સોની અટકાયત કરી પૂછપરછ કરતા શખ્સોએ મોબાઈલ મોટી ખાવડી આજુબાજુમાં રહેતા પરપ્રાંતિયોના ઝૂંપડા, ખોલીઓમાંથી ઉઠાંતરી કર્યાની કબૂલાત આપી છે. પોલીસે રૂ.પ૮ હજારના મોબાઈલ કબજે કરી બન્ને શખ્સોને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...