• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • દ્વારકા ડેપોમાં હેડ મિકેનિક કણઝારીયા રણછોડભાઇને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ

દ્વારકા ડેપોમાં હેડ મિકેનિક કણઝારીયા રણછોડભાઇને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દ્વારકા ડેપોમાં હેડ મિકેનિક કણઝારીયા રણછોડભાઇને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ વિભાગીય નિયામક દ્વારા કરવામાં આવ્યા હતા. આ િમકેનિક બસ સવિર્સમાં અિનયમિતતા દેખવવામાં આવતા સસ્પેન્ડ કરાયા હોવાનું બહાર આવ્યું છે.

આ સસ્પેન્શન સમય દરમિયાન તેઓને મળતા પગારને બદલે સર્વિસ રેગ્યુલેશનની કલમ નં. 83બી મુજબ 50 ટકા પગાર તથા તેની ઉપર મળતા ભથ્થા સસ્પેન્શન એલાઉન્સ તરીકે ચુકવાશે અને સતાધિકારીની મંજૂરી વગર હેડ કવાર્ટર છોડવાનું રહેશે નહી તેમ હુકમ ફરમાવાતા દ્વારકા ડેપોના કર્મચારીઓમાં ચકચાર મચી ગઇ હતી. અવાર-નવાર જતા અધિકારીઓ સામે પગલા લેવામાં કેમ આવતા નથી તેવા સવાલો કર્મચારીઓમાં ઉઠવા પામ્યા હતાં. આ અંગે પગલા લેવાઇ તો દ્વારકા ડેપોમાં મુસાફરોને પડતી હાલાકીનું નિરાકરણ થઇ શકે અને ડેપોનું સંચાલન વ્યવસ્થિત થઇ શકે.

અન્ય સમાચારો પણ છે...