• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • ભાણવડ નજીક વિજયપુર ગામની સીમમાં પત્નીને તેડવા આવેલા રાજકોટના

ભાણવડ નજીક વિજયપુર ગામની સીમમાં પત્નીને તેડવા આવેલા રાજકોટના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાણવડ નજીક વિજયપુર ગામની સીમમાં પત્નીને તેડવા આવેલા રાજકોટના પરોઠા હાઉસના માલિક પ્રૌઢને જીવતા સળગાવીને પૂર્વયોજિત કાવતરું રચીને હત્યાના કેસમાં પોલીસે આરોપી પત્ની અને ભાવિ સસરાની ધરપકડ કરી છે જ્યારે પોલીસે અગન તાંડવ વેળાએ અર્ધબળેલો ફોન અને અમુક સળગેલી ચલણી નોટો પણ કબજે કરી છે.પોલીસે બંનેને કોર્ટ સમક્ષ રજૂ કરતા જેલહવાલે કરાયા છે.

ભાણવડના વિજયપુર સીમમાં પત્નીને તેડવા આવેલા રાજકોટના દ્વારકાધીશ પરોઠા હાઉસના માલિક પ્રવીણભાઇ વાળા (ઉ.વ.52)ને તેની પત્ની સંજના અને તેણીના ભાવિ સસરા મોહનભાઇએ પૂર્વયોજિત કાવતરું રચી જીવતા સળગાવી દેતા ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેમણે દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ અંગે મૃતકની પુત્રી ધર્મિષ્ઠાબેનની ફરિયાદના આધારે પોલીસે તેના પત્ની સંજનાબેન અને ભાવિ સસરા મોહનભાઇ સામે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી.

પોલીસે મૃતકનો મોબાઇલ ઉપરાંત તેમના ખિસ્સામાંથી અમુક અર્ધ બળેલી ચલણી નોટો પણ કબજે કરી હતી.આરોપી સંજનાબેનને ત્રીજા લગ્ન અન્ય આરોપી મોહનભાઇના પાલક પુત્ર સાથે કરવા હોવાથી પ્રૌઢનું કાસળ કાઢી નાખવાનું કાવતરું રચી બનાવને અંજામ આપયો હોવાનું પૂછપરછમાં બહાર આવ્યું છે.ભાણવડ પોલીસે બંને આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરતા જેલહવાલે કરાયા હોવાનું પીએસઆઇએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...