• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • સમાજમાં પુરૂષ અને સ્ત્રીનું પ્રમાણ સમતોલ રાખવાના હેતુથી સ્ત્રી

સમાજમાં પુરૂષ અને સ્ત્રીનું પ્રમાણ સમતોલ રાખવાના હેતુથી સ્ત્રી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સમાજમાં પુરૂષ અને સ્ત્રીનું પ્રમાણ સમતોલ રાખવાના હેતુથી સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટે ભારત સરકાર દ્વારા દરેક રાજયના તમામ જિલ્લાઓમાં વર્ષ 2009 થી 24 જાન્યુઆરીના રોજ નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે ની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે જિલ્લા દેવભૂમિ દ્વારકામાં પણ તા. 18 થી 24 દરમિયાન આયોજન નેશનલ ગર્લ ચાઈલ્ડ ડેનંુ આયાેજન કરવામાં આવ્યંુ છે.

કાર્યક્રમના ભાગરૂપે ગ્રામ્ય, શહેરી વિસ્તારો, તાલુકા કક્ષા તેમજ જિલ્લા કક્ષાએ નેશનલ ગર્લ ચાઈલ્ડ ડેના મેળાવડા, સંમેલનો, સગર્ભામાતા મીટીંગો, ભવાઈ-લોકડાયરા, નુકકડ-નાટક, રેલીઓ, જનસમુદાયને જાગૃત કરવા માટે સ્ત્રી ભૃણ હત્યા અટકાવવાનું સાહિત્ય વિતરણ કરી ઉજવણી કરાશે. સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવામાં જનસમુદાયના યોગ્ય સાથ અને સહકારથી સ્ત્રી જન્મના દરમાં ઉતરોતર સુધારો થાય અને સમાજમાં સ્ત્રી અને પુરૂષનું જાતિય પ્રમાણ સમતોલ જળવાઈ રહે તે માટે ખાનગી રાહે ગર્ભનું જાતિય પરિક્ષાણ કરતા ડોકટરો, હોસ્પિટલોની માહિતી જાણવા મળે તો આરોગય કચેરીને જાહેર હિતાર્થે જાણ કરવા અનુરોધ કરાયો છે. જેથી આવા કૃત્યો કરતા ડોકટરો, હોસ્પિટલો વિરૂધ્ધ ફોજદારી રાહે કાનૂની કાર્યવાહી હાથ ધરવામા આવે અને માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવમાં આવશે.

અન્ય સમાચારો પણ છે...