તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • ભાજપ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે જામનગરના યુવકો સીધો સંવાદ કરશે

ભાજપ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે જામનગરના યુવકો સીધો સંવાદ કરશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાજપનારાષ્ટ્રિય અધ્યક્ષ અમિતભાઇ શાહ આગામી તા.10ના રોજ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતના 1 લાખથી વધુ યુવકો સાથે સિધો સંવાદ કરશે જે અંતર્ગત જામનગરના યુવકો પણ રાષ્ટ્રિય અધ્યક્ષ સાથે સંવાદ કરશે.

‘અડીખમ ગુજરાત’ અવિરત વિકાસમાં અડીખમ વિશ્વાસ અભિયાન અંતર્ગત ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિતભાઇ શાહ તા.10ને સવારે 10 કલાકે ‘યુવા ટાઉન હોલ કાર્યક્રમ’ અંતર્ગત 100 સ્થાનો પર વિડીયો કોન્ફરન્સથી 1 લાખથી વધુ યુવકો સાથે સંવાદ કરશે. અંગે વિગતો આપવા મંગળવારે જામનગર શહેરમાં સંસદ સભ્ય પુનમબેન માડમની અધ્યક્ષતામાં યોજાયેલી પત્રકાર પરિષદમાં સાંસદ માડમે જણાવ્યું હતું કે, તા.10 સુધી કોઇ પણ યુવાન વ્હોટ્સએપ-ફેસબુક, ટ્વીટર જેવા માધ્યમથી રાષ્ટ્રિય અધ્યક્ષ શાહ સાથે જોડાઇ શકશે, પ્રશ્નો પુછી શકશે કે પોતાના વિચારો વ્યકત પણ કરી શકશે.

તા.10ના જામનગરના યુવકો પણ રાષ્ટ્રિય અધ્યક્ષ સાથે વાર્તાલાપ કરી શકે તે માટે ભાજપ દ્વારા ચેમ્બર ઓફ કોમર્સના હોલમાં આયોજન કરવામાં આવ્યું છે જ્યાં વિડીયો કોન્ફરન્સથી જામનગરના યુવકો પણ ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ સાથે સીધો સંવાદ કરશે.

જામનગરમાં ચેમ્બર ઓફ કોમર્સના હોલમાં યોજાશે કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...