જામજોધપુરમાં 3, કાલાવડમાં સવા બે ઇંચ વરસાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ.જામનગર/કાલાવડ/જામજોધપુર

જામનગર અને દ્રારકા જિલ્લામાં અવિરત વરસાદી માહોલ વચ્ચે શનિવારે જામનગરના જામજોધપુર અને કાલાવડ પંથક પર મેધરાજા મહેરબાન થતા અનુક્રમે ત્રણ અને સવા બે ઇંચ વરસાદ વરસ્યો હતો. જેમાં કાલાવડના નવાગામ,ધુનધોરાજી, નાના વડાળા, ભંગડા, હકુમતી સરવાણીયા સહીતના ગ્રામ્ય પંથકમાં ચારથી પાંચ ઇંચ જેટલી ઘીંગી મેધમહેરના વાવડ મળ્યા છે.

જામજોધુપર પંથકમાં સતત બીજા દિવસે પણ મેધરાજાએ અવિરત મુકામ કરતા શનિવારે બપોરે બાર વાગ્યા બાદ ઘીમીધારે શરૂ થયેલો વરસાદે થોડી વારમાં જ વેગ પકડતા સાંજે પાંચ વાગ્યા સુધીમાં જ ત્રણ ઇંચ જેટલુ પાણી વરસાવ્યુ હતુ.ત્યારબાદ પણ લગભગ એકાદ કલાક ઝરમર વરસાદ અવિરત રહયો હતો.

જામજોધપુર શહેર ઉપરાંત આજુબાજુના શેઠ વડાળા અને સમાણા સહીતના ગ્રામ્ય પંથકમાં પણ બેથી ત્રણેક ઇંચ સુધીના વરસાદના વાવડ મળ્યા છે.

કાલાવડ પંથકમાં પણ બપોરે ગાજવીજ સાથે શરૂ થયેલા વરસાદે સાંજ સુધી મુકામ કરતા વધુ 55 મી.મી. પાણી વરસાવ્યુ હતુ.જયારે કાલાવડ તાલુકાના ધુન ધોરાજી, હકુમતી સરવાણીયા, નવાગામ, ભગડા, નાના વડાળા,મેટીયા,ડેરી સહીતના ગ્રામ્ય પંથકમાં પણ બપોરે મેધરાજા મન મુકીને વરસતા ચારથી પાંચ જેટલા વરસાદના બિનસતાવાર અહેવાલ મળ્યા છે.જયારે જોડીયામાં સવારે હળવા ભારે ઝાપટા વરસતા ફરી માર્ગો ભીંજાયા હતા.હાલારમાં અષાઢી બીજના શુકનવંતા દિવસે જ મેધરાજાએ જામજોધપુર-કાલાવડ પંથકમાં હળવી મહેર વરસાવતા જનહૈયા પુલકિત થયા છે.જયારે ખેડુતોએ પણ આંશિક રાહતનો અહેસાસ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...