• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • દ્વારકાજિલ્લાના બે સ્થળે કરેલી દરોડાની કાર્યવાહી દરમિયાન મીઠાપુર તથા

દ્વારકાજિલ્લાના બે સ્થળે કરેલી દરોડાની કાર્યવાહી દરમિયાન મીઠાપુર તથા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દ્વારકાજિલ્લાના બે સ્થળે કરેલી દરોડાની કાર્યવાહી દરમિયાન મીઠાપુર તથા ગોરાણા ગામમાંથી એકાવન બોટલ શરાબ મળી આવ્યો હતો. ગોરિયારી ગામની સીમમાં આવેલા એક ખેતરમાં અંગ્રેજી શરાબનો જથ્થો પડયો હોવાની બાતમી પરથી ગુરુવારે રાત્રે મીઠાપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડયો હતો ત્યાં આવેલા જીમલભા રામાભા માણેકના ખેતરમાં તલાસી લેવામાં આવતા ત્યાં સંતાડીને રાખવામાં આવેલી શરાબની ચાલીસ બોટલ પોલીસના હાથમાં આવી ગઈ હતી. પોલીસે રૂ.16 હજારની કિંમતનો શરાબનો જથ્થો કબજે કર્યો હતો. જ્યારે જીમલભા ફરાર થઈ ગયો હતો. કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામની સીમમાં આવેલા કેશુભા જીવાભાઈ મેરના મકાનમાં ગુરુવારે રાત્રે પોલીસે દરોડો પાડતા શખ્સના મકાનમાંથી શરાબની અગિયાર બોટલ નીકળી પડી હતી. પોલીસે રૂ. 44૦૦ની બોટલ કબજે કરી હતી. જ્યારે મકાનમાલિક કેશુભાઈ નાસી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...