પરપ્રાંતીય યુવાનનો આપઘાત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરનજીક આવેલી રિલાયન્સ કંપનીની લેબર કોલોનીમાં રહેતા એક પરપ્રાંતીય યુવાને અગમ્ય કારણોસર આપઘાત કરી લીધાનું સામે આવ્યું હતું. પોલીસે મૃતદેહનો કબજો લઇ પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી આરંભી હતી.

રિલાયન્સની લેબર કોલોની-10માં બ્લોક નંબર 6માં રૂમ નંબર 2માં રહેતા સુમંતકુમાર આશદનારાયણ શુક્લ નામના 24 વર્ષીય યુવાને ગુરૂવારે સાંજે પોતાના રૂમમાં અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો.

જે અંગેની જાણ થતાં તેને જી.જી.હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ દ્વારા નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...