• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • દ્વારકામાં માતાના વિયોગમાં પુત્રીએ એસિડ ગટગટાવ્યું

દ્વારકામાં માતાના વિયોગમાં પુત્રીએ એસિડ ગટગટાવ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્વારકાનીએક યુવતીના માતાના મૃત્યુ થયા પછી માતાની યાદમાં ઝૂરતી યુવતીએ પોતાના ઓગણીસ દિવસ પહેલા લગ્ન હોવા છતાં એસિડ પી લેતા પોલીસે તેણીનું નિવેદન નોંધ્યું હતું. દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા સંતોકબેન રાજુભા માણેક નામના બાવીસ વર્ષીય પરિણીતાના માતાનું એક વર્ષ પહેલા નિધન થયું હતું.

માતાના અવસાન પછી સતત તેઓની યાદમાં ઝૂરતા સંતોકબેનના ઓગણીસ દિવસ પહેલાં લગ્ન થયા હતા. સાસરે આવેલા પરિણીતા કોઈ રીતે પોતાની માતાને ભૂલી શકતા હોય તેઓએ બુધવારની રાત્રે પોતાના ઘરે એસિડનો ઘૂંટડો ભરી લેતા તેઓને સારવાર માટે દ્વારકા હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. બાબતની પોલીસને જાણ કરવામાં આવતા પીએસઆઈ એસ.આઈ. મંઘરાએ તેણીનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...