તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર અને દ્વારકા જિલ્લામાં બાળકો ઉઠાવગીર ટોળકી સક્રિયની અફવા

જામનગર અને દ્વારકા જિલ્લામાં બાળકો ઉઠાવગીર ટોળકી સક્રિયની અફવા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર અને દ્વારકા જિલ્લામાં બાળકો ઉઠાવગીર ટોળકી સક્રિયની અફવા વચ્ચે મોટી ખાવડીમાંથી એકસાથે ત્રણ તરુણના અપહરણની ફરિયાદથી પોલીસમાં દોડધામ મચી ગઇ હતી. પરંતુ પોલીસની તપાસમાં આ ત્રણેય તરૂણ જામનગર રેલવે સ્ટેશનેથી હેમખેમ મળી આવ્યા હતાં. તરૂણને અન્ય સ્થળે ભણવા જવું ન હોય બે મિત્ર સાથે પ્લાન ઘડી ચાલ્યા ગયાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા મોટી ખાવડી ગામમાં વસવાટ કરતા મૂળ બિહાર રાજ્યના મોતીહારી જિલ્લાના મગરી નીમિયા ગામના સદામ મન્નાભાઈ ગફુરભાઈ નામના યુવાને રવિવારે મેઘપર પોલીસ સ્ટેશનમાં તેમનો નાનોભાઈ સમીર (ઉ.વ.૧૬) પોતાના ઘરેથી મોટી ખાવડી ગામ પાસે દર શનિવારે રાત્રે ચાલીને જોગવડ જતાં પદયાત્રી સંઘ માટે ચલાવવામાં આવતા સેવા કેમ્પમાં સેવા આપવા માટે જવાનું કહી નીકળ્યા પછી ગુમ થઈ ગયાની ફરિયાદ નોંધાવી હતી. આથી મેઘપર પોલીસે તરૂણની શોધખોળ હાથ ધરી હતી.

પોલીસની તપાસમાં સમીરની સાથે તેના મિત્ર પરસોત્તમ સુગ્રીવગીરી ગોસાઈ ઉર્ફે ભોલો (ઉ.વ.૧૪) તથા કમલેશ છોટુભાઈ કુશવાહ (ઉ.વ.૧પ) નામના અન્ય બે તરૂણ પણ પોતાના ઘરે ન હોવાનું જાણવા મળ્યું હતું. આથી પોલીસે અપહરણનો ગુન્હો નોંધી ત્રણેય તરૂણોના ફોટા, શારીરિક વર્ણન વગેરે મેળવી બાતમીદારોને કામે લગાડી તપાસ વિસ્તારી હતી. મોટી ખાવડીના કેટલાક વ્યક્તિઓ કામસર આવ્યા હતા, આ વ્યક્તિઓએ પોલીસ દ્વારા વાયરલ કરવામાં આવેલા ત્રણેય તરૂણોના ફોટા સાથે મળતા આવતા ત્રણ તરૂણોને જામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશન પાસે જોઈ મેઘપર પોલીસને જાણ કરી હતી. જેના પગલે મેઘપરના પીએસઆઈ ડી.એસ. વાઢેર સ્ટાફ સાથે રેલવે સ્ટેશને દોડી જઇ ત્રણેય તરૂણને સાથે લઇ પોલીસ સ્ટેશન ખસેડયા પછી ત્રણેયના પરિવારજનોને બોલાવ્યા હતાં. આથી પરિવારજનોએ ત્રણેય તરૂણને ઓળખી બતાવતા પોલીસે તરૂણોની કરેલી પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી.

અન્ય સમાચારો પણ છે...