તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • ઝૂંપડપટ્ટીના બાળકોના લાભાર્થે નિ:શુલ્ક ચેરિટી શો

ઝૂંપડપટ્ટીના બાળકોના લાભાર્થે નિ:શુલ્ક ચેરિટી શો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં પુષ્પાંજલિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ શહેરમાં આવેલ ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા બાળકોના લાભાર્થે અનેકવિધ કાર્યક્રમો સહિત શિક્ષણને લગતા કામો કરવામાં આવી રહયા છે અને બાળકોને ભણતર સહિતની પ્રવૃતિઓ કરાવવામાં આવી રહી છે. જેમાં શહેરના ટાઉનહોલમાં તા.11ના “નાટયંજલિ” ઝૂપડપટ્ટીના બાળકોના લાભાર્થે ચેરીટી શોનું નિ:શુલ્ક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના અગ્રણીઓ સહિત શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા હતાં અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતાં.

શહેરની પુષ્પાંજલિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા સમયથી ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકો માટે વિકાસના કાર્યો અવિરત પણે કરી રહયા છે અને શૈક્ષણિક, શારીરિક અને સામાજિક વિકાસ માટે સંસ્થા હમેંશા તત્પર રહે છે. જેના અનુસંધાને ભગીરથ કાર્ય માટે હંમેશા નાણા ભંડોળની જરૂર રહેતી હોવાથી લોકોને મનોરંજન પુરૂ પાડીને તેમાંથી મળતા રૂપિયા સંસ્થા ઝૂંપડપટ્ટીના બાળકો માટે ઉપયોગ કરવામાં આવે છે.

જેમાં સંસ્થા પ્રમુખ ધારાબેન પુરોહિત તથા સંસ્થા કન્વીનર પરિમલભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ સંલગ્ન સંસ્થા રંગસેતુ ગૃપ ઓફ થિયેટર ના નેજા હેઠળ નાટયંજલિ” ઝૂપડપટ્ટીના બાળકોના લાભાર્થે ત્રણ નાટકોના એક શો યાેજવામાં આવ્યો હતો. જેમાં ડો.જગદીશ ત્રિવેદી લિખિત ‘ત્રિભેટો’, કલ્પેશ વ્યાસ લિખિત ‘બેચારા બબલુ’ તથા ભાવનગરની ટીમવર્ક ગ્રુપ ઓફ થીયેટરના કલાકારો દ્વારા ‘મહાભિનિષ્ક્રમણ’ એકંકીઓ ખૂબ સુંદર રીતે ભજવવામાં આવી હતી અને દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતાં અને દરેક કલાકારોને સન્માનપત્ર તથા મોમેન્ટો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતાં. જેમાં શરૂઆતમાં ઝૂપડપટ્ટીના બાળકો દ્વારા સુંદર નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું અને તેઓને શૈક્ષણિક કીટ ભેટ કરવામાં આવી હતી તથા કોરીયોગ્રાફર સંજુ પરમારને સન્માનિત કરાયા હતાં. કાર્યક્રમનંુ સંચાલન બંસીધર ડામોર, સંસ્થાના ટ્રસ્ટી સુભાષભાઈ પુરોહિત, જયોતિબેન ભટ્ટ, જયશ્રીબેન વ્યાસ સહિતનાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં અાવી હતી.

અન્ય સમાચારો પણ છે...