• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • ઠેબા વાડી વિસ્તારમાંથી દારૂ બિયરનો જથ્થો મળી આવ્યો

ઠેબા વાડી વિસ્તારમાંથી દારૂ-બિયરનો જથ્થો મળી આવ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરનાઠેબાની વાડીમાં રહેતા આદિવાસી શખ્સ દ્વારા હોળી ધૂળેટીના તહેવારોની ઉજવણી માટે દારૂ-બિયરનો જથ્થો મંગાવ્યાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ત્યાંથી 23 બોટલ શરાબ અને 72 નંગ બીયરના ટીન મળી આવ્યા હતા, જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર આવેલા ઠેબાની સીમમાં વાડીમાં બાતમી પંચકોશી-એ ડિવિઝનના પો.કો. ઘેલુગર ગોસાઈને મળતા બુધવારે બપોરે પીએસઆઈ વી.એમ. કામળિયા તથા સ્ટાફે ઠેબા ગામમાં આવેલી સુરજ મંગીની વાડીમાં દરોડો પાડ્યો હતો. વાડીમાં બનાવાયેલી ઓરડીમાં વસવાટ કરતા મૂળ દાહોદ જિલ્લાના અલીન્દ્રા ગામના મગન લુજિયા ભુરિયા નામના આદિવાસી શખ્સની ઓરડી પાસે તલાશી લેવાતા ત્યાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની 23 બોટલ અને બીયરના 72 ટીન મળી આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...