• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જમીન કૌભાંડમાં મુખત્યારનામું તૈયાર કરનાર આરોપી ઝડપાયો

જમીન કૌભાંડમાં મુખત્યારનામું તૈયાર કરનાર આરોપી ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરનાચકચારી રૂ.1૦૦ કરોડની જમીન કૌભાંડની પોલીસમાં ફરિયાદ થયા પછી પોલીસે કૌભાંડના સૂત્રધાર જયેશ મુળજીભાઈ પટેલ સહિત તેર સામે ગુનો નોંધ્યા પછી તાજેતરમાં આરોપીઓ સામેનું ચાર્જશીટ કર્યું હતું.

ત્યારપછી મંગળવારે તપાસનીશ એલસીબીએ કેસના વધુ એક આરોપી વિષ્ણુ રબારીની આજ કેસમાં ધરપકડ કરી તેને ચૌદ દિવસના રિમાન્ડની માગણી સાથે અદાલતમાં રજૂ કર્યો હતો.

આરોપી તરફથી હાજર થયેલા વકીલે દલીલ કરી હતી કે, 49 હજાર પાનામાં ચાર્જશીટ કરનાર તપાસનીશ પોલીસ ટૂકડી હજુ સુધી અસલ મુખત્યારનામું શોધી શકી નથી ત્યારે કુલમુખત્યારનામું તૈયાર કરનાર વિષ્ણુ રબારીની રિમાન્ડની માગણી કરવામાં આવી છે. પોલીસ મુખ્ય સૂત્રધાર જયેશ પટેલ પાસેથી અસલ કુલમુખત્યારનામું કે અસલ દસ્તાવેજો મેળવી શકી નથી ત્યારે વિષ્ણુ રબારીએ કુલમુખત્યારનામું બનાવવામાં મદદ કરી હોય તે માત્રથી મુખત્યારનામામાં અમરીષ મહેતાની સહી બોગસ હોવાનું અનુમાન થઈ શકે નહી. બનેં પક્ષોની દલીલો સાંભળ્યા પછી અદાલતે આરોપી વિષ્ણુને રિમાન્ડ પર લેવાની પોલીસની અરજી નકારી કાઢી હતી.

14 દિવસના રિમાન્ડની માગણી નકારી કાઢવામાં આવી

અન્ય સમાચારો પણ છે...