• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગરનજીક આવેલા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ખીજડિયા પક્ષી અભયારણ્યમાં આડેધડ

જામનગરનજીક આવેલા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ખીજડિયા પક્ષી અભયારણ્યમાં આડેધડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગરનજીક આવેલા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ખીજડિયા પક્ષી અભયારણ્યમાં આડેધડ વિકાસ મામલે અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક દ્વારા કરવામાં આવેલી તપાસનો આંશિક રિપોર્ટ વન મંત્રાલયને સોંપાયો છે. જેના પગલે બદલી સહિત આકરાં પગલાંની તલવાર તોળાઇ રહી છે. જો કે, અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક પુન: અભયારણ્યની મુલાકાત લેશે ત્યારપછી ફાઇનલ રિપોર્ટ સોંપશે.

ખીજડિયા પક્ષી અભયારણ્યમાં વન વિભાગ દ્વારા કરોડોના ખર્ચે ઝૂલતો પુલ,લાકડાંનો પુલ,બેન્ચિસ સહિત ગાંડા બાવળો દૂર કરી રસ્તા પહોળા કરવામાં આવતા પક્ષી પ્રેમીઓમાં ભારે રોષ સાથે વિવાદ અને વિરોધનો વંટોળ ઉઠ્યો હતો.

મામલે ઉચ્ચ કક્ષાએ ફરિયાદો અને રજૂઆતો કરવામાં આવી હતી. આથી રાજ્યના અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક આર.એલ.મીના તપાસ અર્થે દોડી આવ્યા હતાં. તેઓ અભયારણ્યનું નિરીક્ષણ કરી ફરિયાદ અને રજૂઆતકર્તાઓને સાંભળી ચાલ્યા ગયા હતાં. તપાસના રિપોર્ટ મામલે તેઓનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે,તપાસનો આંશિક રિપોર્ટ વન મંત્રાલયને સોંપવમાં આવ્યો છે, જ્યારે બાકીનો રિપોર્ટ આગામી દિવસોમાં અભયારણ્યની પુન: મુલાકાત લઇ વન મંત્રાલયને સોંપવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.

જો કે, આંશિક રિપોર્ટના પગલે ઉચ્ચ કક્ષાએથી બદલી સહિતના આકરાં પગલાં તોળાઇ રહ્યાનું અંતરંગ સૂત્રોએ જણાવ્યું છે. જોકે પગલા શુ ભરાય તેના પર સૌની નજર છે.

અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક પુન: અભયારણ્યની મુલાકાત લેશે

અન્ય સમાચારો પણ છે...