• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • ભારતિયક્રિકેટ ટીમને અનેક યશસ્વી ક્રિકેટર આપનાર જામનગર શહેરમાંથી વધુ

ભારતિયક્રિકેટ ટીમને અનેક યશસ્વી ક્રિકેટર આપનાર જામનગર શહેરમાંથી વધુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતિયક્રિકેટ ટીમને અનેક યશસ્વી ક્રિકેટર આપનાર જામનગર શહેરમાંથી વધુ ક્રિકેટરો રાષ્ટ્રિય ટીમનો હિસ્સો બને તે હેતુથી જામનગર જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા આગામી એપ્રિલ મહિનામાં બહાદુરભાઇ કોઠારી કપનું આયોજન કરવામાં આવ્યું છે, ટૂર્નામેન્ટમાં સૌરાષ્ટ્રભરમાંથી 36 ટીમો ભાગ લેશે.

બહાદુરભાઇ કોઠારી કપ અંગે વિગતો આપતા એસોસિએશનના અજયભાઇ સવાદિયા, વિનુભાઇ ધ્રુવ, ચંદ્રશેખરભાઇ બક્ષી અને મહેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, બહાદુરભાઇ કોઠારીએ પોતાનું સમગ્ર જીવન ક્રિકેટ પાછળ ખર્ચી નાખ્યું હતું અને તેમની યાદમાં ગતવર્ષથી ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજવામાં આવે છે. આગામી એપ્રિલ મહિનામાં પણ ઉપરોક્ત ટૂર્નામેન્ટ યોજાશે. ટૂર્નામેન્ટમાં 20-20 અને 40 ઓવરના મેચ રમાશે. 20-20 મેચમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 8 ટીમોને પસંદ કરી તેમની વચ્ચે 40 ઓવરના મેચ રમાડવામાં આવશે.

એસોસિએશનના હોદ્દેદારોએ ઉમેર્યું હતું કે, જામનગર શહેર તથા જિલ્લાના યુવા ક્રિકેટરોને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે હેતુંથી ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ટૂર્નામેન્ટમાં ભાગ લેવા ઇચ્છુક ટીમે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે, અને અંગેનું ફોર્મ ક્રિકેટ બંગલો ખાતે કોચ મહેન્દ્રસિંહ ચૌહાણની ઓફિસેથી મેળવવાનું રહેશે. ટૂર્નામેન્ટમાં આઇપીએલ અને ટી-20 મેચ જેવો માહોલ સર્જવા પણ એસોસિએશન દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનનું આયોજન

અન્ય સમાચારો પણ છે...