જામનગરમાંથી જુગાર રમતા આઠ શખ્સો ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | જામનગરમાંથી પોલીસે અલગ અલગ બે જગ્યાએથી જાહેરમાં જુગાર રમતા આઠ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા હતાં.જામનગરના ગોકુલનગર મયુરનગર જીતુભાઇ કોળીની દુકાન પાસેથી જાહેરમાં જુગાર રમતા ગોપાલ રમેશભાઇ બરૈયા, અજય અશોકભાઇ તબોલીયા, બાબુ દિનેશભાઇ કુડેચા તેમજ શહેરના પ્રગેટેશ્વર સોસાયટીમાંથી વલીમામદ ગુલમામદ કતીયાર,અશોક લખમણભાઇ ગામી, અસ્લમ નુરમામદ શેઠા,હેશેન ડ્રાઇવર, સુલેમાન ધુધા નામના પાંચ શખ્સો જુગાર રમતા ઝડપાયા હતાં.પોલીસે બન્ને સ્થળેથી કુલ રૂ.2520 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...