તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગરમાં મહિલાઓ માટે કાનૂની શિબિર કાર્યક્રમ યોજાયો

જામનગરમાં મહિલાઓ માટે કાનૂની શિબિર કાર્યક્રમ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત તથા જામનગર જિલ્લા પોલીસ આયોજીત જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક શરદ સિંઘલના સુચના તથા ઈન્ચાર્જ શહેર વિભાગના ડીવાયએસપી એ.બી.સૈયદ, પો.ઈન્સ. સીટી બી ડીવીઝનના કે.પી.જોષીના માર્ગદર્શન હેઠળ મહિલા સશકિતકરણ ભાગરૂપે તા.12ના સાંજે આયુર્વેદ યુનિ. પી.એમ.ઓડીટોરીયમ હોલમાં મહિલાઓ માટે કાનુની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાયક્રમમાં જામનગર શહેર વિભાગ તથા ગ્રામ્ય વિભાગમાંથી અંદાજીત 350 જેટલા મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાયક્રમમાં પી.બી.પટેલ એડી.સિનિયર સિવીલ જજ અને સેક્રેટરી જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ તથા કિરણબેન શેઠ મીડીયેટર, અનિલાઈ મહેતા દ્વારા મહિલાઓને લગતા પ્રશ્નોની સમજણ આપવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા ટી.આર.શેઠ, દિપકભાઇ એસ.ગોરી દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અને કાયક્રમનું સંચાલન અને પ્રેક્ષાબેન એચ. ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...