તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • ખૂંટિયાઓને ટ્રકમાં ક્રૂરતાપૂર્વક ભરી મોકલાતા જિ.ભા. ઉપપ્રમુખ, સરપંચ સહિત 6 ઝડપાયા

ખૂંટિયાઓને ટ્રકમાં ક્રૂરતાપૂર્વક ભરી મોકલાતા જિ.ભા. ઉપપ્રમુખ, સરપંચ સહિત 6 ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રોલ તાલુકાનાં લતિપુર ગામે ટંકારા રોડ પર આવેલા ગૌશાળામાંથી પાંચ ટ્રક પશુ ભરવા આવવાના હોવાની મોરબીનાં કમલેશભાઇ ભવાનભાઇને બાતમી મળતા સૌરાષ્ટ્ર વિસ્તારમાં જીવદયા પ્રેમીનાં ગ્રુપમાં સેવા આપતા મિલનભાઇ સોલંકી, વિજયસિંહ ઝાલા અને કૃષ્ણસિંહને વાત કરતાં સાંજના છ વાગ્યાનાં સુમારે તેઓ લતિપુર ગૌશાળાએ પહોંચ્યા હતાં. જયાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અને જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય ગણેશ મુંગરા, જગાભાઇ જેઠાભાઇ રામાણી, હસમુખભાઇ રામાણી, લાલજીભાઇ સરપંચ, ભગવતભાઇ રામાણી, સંજયભાઇ પટેલ ગૌશાળામાં પાંચ ટ્રકમાં તાલપત્રી બાંધી ખૂંટિયાઓને ક્રૂરતાપૂર્વક ભરી ગેરકાયદે અન્ય સ્થળે મોકલવાની પેરવી કરતા મળી આવ્યા હતાં. આથી દિનેશભાઇએ પોલીસને જાણ કરી હતી.આથી ધ્રોલ પોલીસ સ્ટેશનનાં હેડ કોન્સ. પ્રકાશભાઇ જરુ, ભયપાલસિંહ તથા સંજયભાઇ મકવાણા લતિપુર દોડી ગયા હતાં. જયાં તપાસ કરતાં પાંચ ટ્રકોમાં આઠ આઠ ધણખૂંટ મળી અંદાજે ૨ લાખની કિંમતનાં 40 ધણખૂંટ ટ્રકનાં ઠાંઠામાં ઉપરાઉપરી ભરી પગે દોરડા બાંધીબાંધી એકબીજા શ્વાસ ન લઇ શકે તેવી રીતે ક્રુરતાપૂર્વક ભરી તેમાં પાણી કે ઘાસચારો નાંખ્યા વગર રાખેલા મળી આવ્યા હતાં.આથી ધ્રોલ પોલીસે અનિલભાઇની ગૌશાળાનાં સંચાલક જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અને જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય ગણેશભાઇ મુંગરા,લાલજીભાઇ સરપંચ સહિત છ શખ્સો તેમજ પાંચેય ટ્રક ડ્રાયવરો વિરુધ્ધ પશુ પ્રત્યે ઘાતકી પણાની કલમ તેમજ પશુ સંરક્ષણ ધારાની કલમ મુજબ ગુનો નોંધી પાંચ ટ્રક કિંમત રુપિયા ૨૨,૫૦,૦૦૦/- તેમજ ૪૦ ધણ ખૂંટકિંમત રુપિયા ૨,૦૦,૦૦૦/-નાં કબજે લીધા હતાં

અન્ય સમાચારો પણ છે...