• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર ડિસ્ટ્રિક્ટ પેટ્રોલ તથા ડીઝલ ડીલર્સ એસોસિઅેશનની મિટિંગ યોજાઇ

જામનગર ડિસ્ટ્રિક્ટ પેટ્રોલ તથા ડીઝલ ડીલર્સ એસોસિઅેશનની મિટિંગ યોજાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર જિલ્લામાં પેટ્રોલ પંપ માલિકોનું જિલ્લા કક્ષાનું સંગઠન રચવાના હેતુથી 107 પંપ માલિકોનું બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 50થી વધુ પંપ માલિકો ઉપસ્થિત રહી સંગઠનની રચનાને સર્વાનુમતે મંજૂરી આપી પ્રમુખ અને કારોબારીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

જામનગર જિલ્લાના પેટ્રોલ પંપ માલિકોનું રજિસ્ટર એસોસિએશન બનાવવાના સાથે જિલ્લાના જામનગર, ધ્રોલ, લાલપુર, કાલાવડ, જાેડીયા, જામજોધપુરમાં આવેલ સરકારી એટલે કે પીએસયુ સંચાલિત પંપ માલિકોની બેઠક યોજવામાં આવી હતી. જેમાં 50 થી વધુ પં માલિકો ઉપસ્થિત રહયા હતાં અને સર્વાનુમતે સંગઠનને મજબુત બનાવવા માટે એસો.ની રચના કરવામાં આવી હતી. જેમાં આઇઓસી, બીપીસીએલ અને એચપીસીએલનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બેઠકમાં પ્રમુખ તરીકે ગુજરાત ફેડરેશનના મંત્રી ધિમંત ઘેલાણીની પ્રમુખ પદે વરણી કરાઇ હતી અને તેઓ જણાવ્યું હતું કે, સંગઠન માળખુ મજબુત બનાવવાનો હેતુ ઓઇલ કંપનીઓ દ્વારા લાદવામાં આવતા એક પછી એક ફતવાઓ અને સરકારી તંત્રના પ્રશ્નો જેવા મુદાઓની યોગ્ય રજુઆત પ્રશ્નોનાં યોગ્ય નિરાકરણ સહિત અને મુદ્દાઓને ધ્યાને રાખી કરવામાં આવી છે. આ ઉપરાંત ઉપપ્રમુખ વિપુલ કોટક, મંત્રી આર.વી. રાણીપા, સહમંત્રી ધર્મેશ વ્યાસ, ખજાનચી ગોપાલ ચુડાસમાની વરણી કરાઇ હતી. જયારે કારોબારીમાં ધ્રોલના રમેશભાઇ, લાલપુરના દિવ્યરાજસિંહ, જામજોધપુરના મુળરાજસિંહ, જોડિયાના ધરમશીભાઇ સહિતનાઓની વરણી કરાઇ હતી.