બહેનો માટે રોજગારી તાલીમ કેમ્પ યોજાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાદરેક વોર્ડમાં ગુજરાત શહેરી આજીવિક મિશન કેમ્પ યોજવામાં આવે છે જેમાં સરકારની મિશન મંગલમ યોજના અને દિન દયાલ અંત્યોદય યોજનાઓ હેઠળ વિવિધ ઘટકોની કામગીરી જેવી કે સ્વ સહાય જુથો દ્વારા મહિલાઓ-પુરૂષોના સામાજીક અને આર્થિક વિકાસ તાલીમ દ્વારા શહેરી વિસ્તારમાં યુવાનોને રોજગારી નવી તકો ઉપલબ્ધ કરાવવી જેમાં તાલીમ સંસ્થા દ્વારા રોજગારી આપવામાં આવશે બેન્કેબલ લોન વ્યાજ સહાય દ્વારા શહેરી ગરીબ કુટુંબનું ઉત્થાન તેમજ શહેરી ગરીબ મહિલાઓ માટે સ્વ-સહાય જૂથોની રચના દ્વારા સરકારની વિવિધ યાેજનાઓના લાભ લેવાની વિષેની માહિતી આપવા માટે રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત વોર્ડ નં.6માં કેમ્પ યોજાયો હતો જેમાં મેયર પ્રતિભાબેન કનખરા, સ્ટે. કમિટી ચેરમેન કમલાસિંગ રાજપૂત, કોર્પોરેટર રમાબેન ચાવડા, બાબુભાઇ ચાવડા, ઝામીબેન વગેરે હાજર રહયા હતાં.

અન્ય સમાચારો પણ છે...