Home » Saurashtra » Latest News » Jamnagar » કાનાલુસની શ્રમિક વસાહત પાસેથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો

કાનાલુસની શ્રમિક વસાહત પાસેથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 02:15 AM

ત્રણ-ચાર દિવસ પૂર્વે બનાવ બન્યો હોય લાશ કોહવાઇ ગઇ

  • કાનાલુસની શ્રમિક વસાહત પાસેથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો
    લાલપુરના કાનાલુસ પંથકમાં પતરા કોલોની નજીક કેબીન પાસે એક અવાવરૂ જગ્યાએ કોઇ મૃતદેહ પડયો હોવાની જાણ પોલીસને થતા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.પોલીસે શરીરે ફુલાઇ ગયેલી અત્યંત કોહવાયેલી હાલતમાં ભારે દુર્ગંધ મારતા મૃતદેહનો કબજો સંભાળીને પોષ્ટમોર્ટમ અર્થ ખસેડીને તેના વિશેરા પણ એફએસએલમાં મોકલવા માટે તજવીજ હાથ ધરી છે.

    મૃતકના ખિસ્સામાંથી ખાનગી કંપની ગણેશનુ લેબર આઇકાર્ડ પણ મળી આવ્યુ હતુ જેના પર ભરત યાદવ (ઉ.વ.25) એવુ લખાયેલુ જોવા મળ્યુ હતુ.આથી પોલીસે ખાનગી કંપનીના સતાવાળા ઉપરાંત લેબર કોલોનીમાં દોડી જઇને મૃતકની ઓળખ સાથે વાલીવારસોની શોધખોળ હાથ ધરી છે. ભોગ બનનારનુ લગભગ ત્રણ-ચાર દિવસ પુર્વે જ મૃત્યુ નિપજયાનુ અનુમાન પણ લગાવવામાં આવી રહયુ છે. મૃતદેહ ફેંકી ગયાની પણ ઉઠેલી આંશકાને પગલે પોલીસે ઉપરોકત બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો ? એ દિશામાં જીણવટભરી તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ