જગતના પાંચ ચિરંજીવીઓમાં જેની ગણના થાય છે એવા રામ

જગતના પાંચ ચિરંજીવીઓમાં જેની ગણના થાય છે એવા રામ ભકત હનુમાજીનો જન્મ ચૈત્ર સુદ-15ના દિવસે થયો હતો. શંકરનું શિવાલય...

DivyaBhaskar News Network | Updated - Apr 01, 2018, 02:15 AM
જગતના પાંચ ચિરંજીવીઓમાં જેની ગણના થાય છે એવા રામ

જગતના પાંચ ચિરંજીવીઓમાં જેની ગણના થાય છે એવા રામ ભકત હનુમાજીનો જન્મ ચૈત્ર સુદ-15ના દિવસે થયો હતો. શંકરનું શિવાલય જેમ નંદી વગરનું હોતું નથી તેમ જ રામના દેવાલયની પુર્ણતા હનુમાનજીની મુર્તિ વગર થતી નથી. હનુમાનજી બળ, બુિધ્ધ સંપન્ન હતાં તેમનામાં માનસ શાસ્ત્ર, રાજનીતિ, સાહિત્ય, તત્વજ્ઞાન વિગેરે શાસ્ત્રોનું ઉડું જ્ઞાન હતું અને વ્યાકરણકાર અને રૂદ્રજન અવતાર માનવામાં આવે છે. હજારો વર્ષોથી હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવે છે જેમાં શનિવારના હાલારમાં પવન પુત્રનો જય..જય કાર ગુંજી ઉઠયો હતો. શનિવારના હનુમાન જયંતિ નિમિતે શહેર તથા જિલ્લામાં ધુમધામથી ઉજવણી કરવામાં આવી છે. શહેરના બાલા હનુમાન સંકિર્તન મંદિરમાં 54 વર્ષથી શ્રી રામ જય રામ જય જય રામની અખંડ રામધુન ચાલે છે અને વિશ્વ રેકર્ડમાં નામ નોંધાયું છે. શનિવારના સવારથી બાલા હનુમાન મંદિરમાં મોટી સંખ્યામાં ભકતોના ધોડાપુર જોવા મળ્યા હતાં અને આરતી સહિતના રાત્રી સુધી કાર્યક્રમો યોજાયા હતાં. આ ઉપરાંત શહેરના જુદા-જુદા મંદિરોમાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં અને શહેરના રાજમાર્ગો પરથી શોભાયાત્રા નિકળી હતી. જેમાં શહેરના એરફોર્સ રોડ પર આવેલા રોકડિયા હનુમાન મંદિરમાં હનુમાન જયંતિ નિમિતે સવારે બટુક ભોજન, સાંજે અન્નકોટ દર્શન, રાત્રીના બટુક ભોજન તથા રાત્રે ૯ વાગ્યે મહાપ્રસાદ સહિત રામધૂનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તથા ચૈતન્ય હનુમાન, ફુલીયા હનુમાન મંદિર, દાંડીયા હનુમાન મંદિર, ચૌબારીયા હનુમાન સહિતના મંદિરોમાં બટુક ભોજન સહિત હનુમાન ચાલીસાના પાઠ તથા રામધુનના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. આ ઉપરાંત ખંભાળિયામાં હનુમાન જયંતિ નિમિતે ફુલેલીયા હનુમાનજીના મંદિરમાં સવારથી ભકતોની ભીડ ઉમટી પડી હતી અને આખો દિવસ હજારો ભકતજનોએ પ્રસાદ , આરતી, પુજન સહિત ભજનનો લાભ લીધો હતો તથા સલાયા ફાટક પાસે આવેલા રંગીલા હનુમાનજીના મંદિરમાં રોશની સભર ધર્મમય માહોલમાં દર્શન, કિર્તન, પ્રસાદ સહિતના કાર્યક્રમો તથા પોરબંદર રોડ પર આવેલા બાલનાથ મહાદેવના મંદિરમાં 108 હનુમાન ચાલીસાના પાઠ તથા સુંદરકાંડના પાઠ આખી રાત્ર યોજાયા હતાં તથા જામનગર રોડ પર આવેલ હઠીલા હનુમાન, ખામનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં આવેલા મોજીલા હનુમાન, જોધપુર ગેઇટ નજીક અાવેલા રોકડીયા હનુમાન, યોગેશ્વરનગરમાં આવેલા ગોલીબાર હનુમા, રામનાથ વિસ્તારમાં આવેલા શનિદેવ મંદિર સહિતના સ્થળોએ પૂજન, આરતી, બટુકભોજન સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં.

જેમાં સલાયામાં જલારામ સેવા સમિતિ દ્વારા સવારે પ્રભાત ફેરી, રાત્રે જલારામ મંદિરે સંગીતમય શૈલીમાં હનુમાન ચાલીસાના પાઠ તથા રામધૂનનું આયોજન અને બપોરે જલારામ મંદિરે સમસ્ત બ્રહ્મસમાજ, સારસ્વત સમાજ, રાજગોર સમાજ, સાધુ સમાજનું સમૂહ ભોજન રાખવામાં આવ્યું હતાં તથા ઓખાના રોકડિયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતીના દિવસે દ્વિદિવસીય ધાર્મિક ઉત્સવોમાં સત્યનારાયણ ભગવાનની સમૂહ કથા યોજવામાં આવશે પ્રાગટ્ય આરતી, નૂતન ધ્વજારોહણ સાંજે 1111 લાડુના અન્ન્કૂટ દર્શન તથા 101 દિપમાલા દર્શન યોજવામાં આવશે અને બપોરથી રાત્રીના મહાપ્રસાદનું આયોજન રોકડિયા હનુમાન મંદિર સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. જયારે બેટ-દ્વારકાના હનુમાન દાંડી મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી હનુમાન જયંતિ મહોત્સવના દિવસે સવારે હનુમાન મહારાજનું પ્રાગ્ટય, આરતી, ધ્વજાજી આરોહણ કાર્યક્રમ, નિત્ય આરતી તથા ૧૧ વાગ્યે અન્નકુટ દર્શન અને બપોરે મહાપ્રસાદ રાખવામાં આવ્યો હતો. ઉપરાંત વિજયમંત્ર શ્રી રામ જય રામ જય જય રામની અખંડધૂન (પાંચ દિવસ) નો પ્રારંભ કરવામાં આવ્યો છે.

X
જગતના પાંચ ચિરંજીવીઓમાં જેની ગણના થાય છે એવા રામ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App