Home » Saurashtra » Latest News » Jamnagar » ખંભાળીયા પંથકના વડતરા ગામના પાટીયા પાસે પુરઝડપે દોડતી કારે

ખંભાળીયા પંથકના વડતરા ગામના પાટીયા પાસે પુરઝડપે દોડતી કારે

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 02:15 AM

Jamnagar News - ખંભાળીયા પંથકના વડતરા ગામના પાટીયા પાસે પુરઝડપે દોડતી કારે રોડ ક્રોસ કરતા યુવાનને ઠોકરે ચડાવતા માથાના ભાગે...

  • ખંભાળીયા પંથકના વડતરા ગામના પાટીયા પાસે પુરઝડપે દોડતી કારે

    ખંભાળીયા પંથકના વડતરા ગામના પાટીયા પાસે પુરઝડપે દોડતી કારે રોડ ક્રોસ કરતા યુવાનને ઠોકરે ચડાવતા માથાના ભાગે ગંભીર ઇજા થવાથી તેમનુ કરૂણ મૃત્યુ નિપજયુ હતુ.

    ખંભાળીયા તાલુકાના વડતરા ગામના પાટીયા પાસે ગત તા.30ના રોજ સવારે 11-30 વાગ્યાના સુમારે વનરાજસિંહ જાડેજા (ઉ.વ.45) નામનો યુવાન પાણી પીને ગામ તરફ જવા માટે રોડ ક્રોસ કરી રહયો હતો.જે દરમ્યાન પુરઝડપે દોડતી એસયુવી કારના ચાલકે તેને ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો.

    જે અકસ્માતમાં રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા થવાથી તેમનુ કરૂણ મૃત્યુ નિપજયુ હતુ.અકસ્માતના આ બનાવની મૃતકના ભાઇ ભીખુભા હમીરજી જાડેજા (રે. સોનારડી, તા.ખંભાળિયા)એ ફરીયાદ નોંધાવતા પોલીસે કાર ચાલક સામે અકસ્માત સબબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.અકસ્માતના બનાવમાં યુવાનનો ભોગ લેવાયાના બનાવને પગલે નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ