એટીએમ કાર્ડ ગમે ત્યારે ચાલુ અને બંધ કરી શકાશે.એસબીઆઇએ

એટીએમ કાર્ડ ગમે ત્યારે ચાલુ અને બંધ કરી શકાશે.એસબીઆઇએ

DivyaBhaskar News Network

Apr 01, 2018, 02:15 AM IST

એટીએમ કાર્ડ ગમે ત્યારે ચાલુ અને બંધ કરી શકાશે.એસબીઆઇએ આ માટે કવીક એપ જાહેર કરી છે.આથી જરૂર હોય ત્યારે એટીએમ કાર્ડ ચાલુ કરી નાણાં ઉપાડી શકાય અથવા બજારમાંથી ખરીદી કરી શકાય, તો જરૂર ન હોય ત્યારે કાર્ડ બંધ કરી શકાશે.આથી કાર્ડ ગુમ થઇ જાય તો બીજાના હાથમાં આવે તો નાણાં ઉપાડી ન શકે અને ઓનલાઇન થતી છેતરપીંડી પણ અટકી શકે. જામનગરની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાએ એટીએમ કાર્ડધારકો માટે ખાસ સુવિધા શરૂ કરી છે.એસબીઆઇ કવીક એપના માધ્યમથી ગ્રાહક એટીએમ કાર્ડ પર નિયંત્રણ રાખી શકે છે.એટલે કે જરૂર પડે ત્યારે ચાલુ અને જરૂર ન હોય ત્યારે બંધ કરી શકે છે.

આ માટે ગ્રાહકે પોતાના મોબાઇલમાં એસબીઆઇ કવીક એપ ડાઉનલોડ કરવી જરૂરી છે.આથી એટીએક કાર્ડનું મરજી મુજબ સંચાલન કરી શકાશે.અત્રે સૌથી નોંધનીય બાબત એ છે કે,આ એપ પૂર્ણરૂપે સુરક્ષિત છે.એપનો ઉપયોગ ત્યારે જ થઇ શકશે જયારે જે મોબાઇલ નંબરથી આ એપ ડાઉનલોડ કરવામાં આવી હોય તે નંબર બેંકમાં રજીસ્ટર હોવો જરૂરી છે.

X
એટીએમ કાર્ડ ગમે ત્યારે ચાલુ અને બંધ કરી શકાશે.એસબીઆઇએ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી