Home » Saurashtra » Latest News » Jamnagar » જામનગરમાં વર્ષ 2017-18માં ઇમ્પેકટ એકટ હેઠળ 57 ગેરકાયદે બાંધકામ

જામનગરમાં વર્ષ 2017-18માં ઇમ્પેકટ એકટ હેઠળ 57 ગેરકાયદે બાંધકામ

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 02:15 AM

જામનગરમાં વર્ષ 2017-18માં ઇમ્પેકટ એકટ હેઠળ 57 ગેરકાયદે બાંધકામ મનપા દ્વારા નિયમિત કરવામાં આવ્યા છે.53 આસામીએ નાણાં ન...

  • જામનગરમાં વર્ષ 2017-18માં ઇમ્પેકટ એકટ હેઠળ 57 ગેરકાયદે બાંધકામ

    જામનગરમાં વર્ષ 2017-18માં ઇમ્પેકટ એકટ હેઠળ 57 ગેરકાયદે બાંધકામ મનપા દ્વારા નિયમિત કરવામાં આવ્યા છે.53 આસામીએ નાણાં ન ભરતા નામંજૂરીની તલવાર લટકી રહી છે. કુલ 6177માંથી 1542 અરજી નામંજૂર થઇ હતી.

    ઇમ્પેકટ એકટ હેઠળ ગેરાકાયદે બાંધકામ નિયમિત કરવાની યોજના અંતર્ગત અરજી કરવાની છેલ્લી તારીખ 19/8/2013 સુધીમાં મનપાની ટીપીઓ શાખામાં જાડાના મનપામાં ભળેલા વિસ્તારોની 715 સહીત કુલ 6177 અરજીઓ આવી હતી.જેમાંથી 4557 મંજૂર તો 1542 અરજી નામંજૂર કરવામાં આવી હતી. છેલ્લાં ચાર વર્ષથી રાજય સરકાર ઇમ્પેકટ એકટ યોજનાની મુદતમાં વધારો કરી રહી છે.ત્યારે વર્ષ 2017-18માં ઇમ્પેકટ ફી ભરવાનો શનિવારે અંતિમ દિવસ હતો.પરંતુ બાકી પૈકી કોઇ અરજદાર નાણાં ભરવા ફરકયા ન હતાં.વર્ષ 2017-18 માં કુલ 57 આસામીઓએ ઇમ્પેકટ ફી ભરી ગેરકાયદે બાંધકામ નિયમિત કરાવ્યા છે.જયારે 78 બાકી પૈકી 53 અરજદારોને નાણાં ભરવાની જાણ કરી હોવા છતાં તેઓ આવ્યા ન હોય જો સરકાર દ્રારા આ વર્ષે મુદત વધારો કરવામાં નહીં આવે તો નામંજૂર કરવામાં આવશે તેમ એટીપીઓ ઉર્મિલ દેસાઇએ જણાવ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ