તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • પ્રધાનમંત્રી આવાસ યોજનામાંથી જોડિયા તાલુકાની સાવ બાદબાકી

પ્રધાનમંત્રી આવાસ યોજનામાંથી જોડિયા તાલુકાની સાવ બાદબાકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યસરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જામનગર જિલ્લાના 6 તાલુકાઓમાથી જોડિયાને બાકાત કરી દેવામા આવતા તાલુકામા વિરોધનો સુર ઉઠયો છે. તાલુકામા લઘમતી , અનુસુચીત જાતી , અનુસુચીત જનજાતી સહિતની અનેક જાતિઓ વસવાટ કરતી હોવાથી અન્યાય થયો હોવાની લાગણી લોકોમા જન્મી છે. તેમજ 2011ના સર્વેમા ખામી રહી હોવાથી પંથકનો સમાવેશ કરવામા આવ્યો હોય તેવુ જણાઇ રહ્યુ છે. આવાસ યોજાના માટે સરકાર તરફથી 35 નિયમો રાખવામા આવ્યા હતા. જે તાલુકાઓ નિયમમા આવતા હતા. તેને આવાસ દેવાનો નિર્ણય સરકાર તરફથી લેવામા આવ્યો છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામિણ દ્વારા ગરીબ પરિવારોના અલગ અલગ ડેટા ભેગા કરવામા આવ્યા હતા. તેમા જોડિયા તાલુકાને ઝીરો લક્ષ્યાંકઆપીને એક પણ આવાસ ફાળવવાનો નિર્ણય લેવામા આવ્યો હતો. સોશીયલ ઇકોનોમિક કાસ્ટ સેન્સરના ડેટા મુજબ જોડિયાને બાકાત કરી દેવામા આવ્યો હતો.

2011 ના સર્વે મુજબ યાદી સરકાર તરફથી બહાર પાડવામા આવી હતી. જામનગરના જોડિયાને બાકાત કરતા 195 આવસોનુ નિર્માણ કરવામા આવશે તે અંગે 10 હજાર 295 જેટલી અરજીઓ હજુ સુધી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમા નોંધાઇ છે.

તાલુકાની ફરી સરવે કરવા માગણી

જોડિયાપછાત વર્ગોની બહુમતી ધરાવતો તાલુકો છે. જાહેર કરવામા આવેલા તાલુકાઓમા ગણના કરવામા આવી નથી. અહી લઘુમતી, દલિત, પછાતવર્ગોની બહોળી વસ્તી ધરાવતા પ્રધાનમંત્રી આવાસ યોજનામા એક પણ આવાસની ફાળવણી ચાલુ વર્ષે કરવામા આવી નથી. રાજ્ય સરકાર દ્વારા ફરીથી જોડિયા તાલુકાનો સર્વે કરીને પ્રધાનમંત્રી આવાસ યોજનામા ઉમેરો કરે તેવી માંગ ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલે કરી છે.

જિલ્લાના 6 તાલુકાઓને બાદ કરી દેવાતાં ભારે રોષ

લઘુમતી, અનુસૂચિતજાતિ , જનજાતિ સહિતોને અન્યાય

અન્ય સમાચારો પણ છે...