કર્મચારીઓને યોગની તાલીમ અપાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંયુક્તરાષ્ટ્ર સંધ દ્વારા દર વર્ષે તા. ૨૧ જુનના દિવસે “વિશ્વ યોગ દિવસ” તરીકે ઉજવવાનું જાહેર કરેલ છે. જે અન્વયે રાજય સરકાર તરફથી સમગ્ર રાજયમાં યોગ દિનની ઉજવણીના ભાગરૂપે મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા, તાલુકા કક્ષા અને નગરપાલિકા કક્ષાએ બહોળી સંખ્યામાં નાગરિકો યોગ કરે તેવું આયોજન કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે તા. ૧૪ થી ૨૦ જુન ૨૦૧૬ સુધી વિવિધ શૈક્ષણિક, ધાર્મિક, સામાજીક સંસ્થાઓ દ્વારા યોગ ટ્રેનીંગ શરૂ કરી દેવામાં આવેલ છે. જામનગરની તમામ સરકારી કચેરીઓ, અર્ધસરકારી કચેરીઓ, બોર્ડ, નિગમોના અધિકારીઓ, કર્મચારીઓ માટે તા. ૧૮ થી ૨૦ જુન ૨૦૧૬ સુધી ઓફીસર્સ કલબ લાલ બંગલા ખાતે સવારે 7 થી 7.45 દરમ્યાન યોગ ટ્રેનીંગ શરૂ કરવામાં આવનાર છે. જેથી સર્વે કચેરીઓના સ્ટાફને જોડાવવાનું છે.

અન્ય સમાચારો પણ છે...