ગેરકાયદેસર પ્રવેશ સહિતની કલમો હેઠળ ફરિયાદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગેરકાયદેસર પ્રવેશ સહિતની કલમો હેઠળ ફરિયાદજામનગરનીમિલકત વેરા શાખા દ્વારા સમયાંતરે મિલકતો સીલ કરવામાં આવતી હોય છે ત્યારે આવી ટેક્ષ ભરનાર બેડીબંદર રોડ પર આવેલી એક ઓઇલ મિલને કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવી હતી સીલ કર્યાના થોડા સમય બાદ ઓઇલમિલના માલિકે સિલ તોડી નાખી અને તેની અંદર ગેરકાયદેસર પ્રવેશ કરી અને પોતાનું કાર્ય ચાલુ કરી દીધું હતું ત્યારે વાતની જાણ કોર્પોરેશનના અધિકારીને થતાં તેમના દ્વારા મિલ માલિક સામે વિધિવત ગુનો નોધવાયો હતો.

જામનગરના બેડીબંદર રોડ પર આવેલી અરવિંદ ઓઇલ મિલ દ્વારા રૂપિયા 1.28 લાખનો ટેક્ષ ભરવાનો બાકી હતો આથી કોર્પોરેશન દ્વારા તે ઓઇલ મિલને સીલ કરવામાં આવી હતી સીલ કર્યાના થોડા સમય બાદ ઓઇલમિલના માલિક કાનજીભાઈ નારણભાઈએ સિલ તોડી નાખી અને તેની અંદર ગેરકાયદેસર પ્રવેશ કરી અને પોતાનું કાર્ય ચાલુ કરી દીધું હતું. ત્યારે વાતની જાણ કોર્પોરેશનના અધિકારીને થતાં તેમના દ્વારા મિલ માલિક સામે આઇપીસી કલમ 442, 448, 188 મુજબ વિધિવત ગુનો નોધવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...