તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મગજમાં તાવ ચડી જતાં મહિલાએ આત્મહત્યા કરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રોલતાલુકાના મોડપર ગામમાં ભરવાડ પરિણીતાને મગજમાં તાવ ચડી જતાં માનસિક તાણનો ભોગ બની ગયેલા મહિલાએ જિંદગીનો અંત આણવાનો કઠોર નિર્ણય કરી ઝેરી દવા પી લેતા તેણી પર કાળનો પંજો પડ્યો છે.ધ્રોલ તાલુકાના મોડપર ગામમાં રહેતા બાબુભાઈ ચોથાભાઈ ભરવાડના પત્ની ભાવુબેનને પંદરેક દિવસથી તાવ આવતો હતો તે દરમ્યાન મહિલાના મગજમાં તાવ ચડી જતાં તેઓ બેચેન રહેતા હતા તે દરમ્યાન તણાવથી ત્રસ્ત મહિલાએ સોમવારે સાંજે કપાસમાં છાંટવાની ઝેરી દવાની શીશી મોઢે માંડી લેતા તેણીને બેશુદ્ધ હાલતમાં રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું હતું.

અન્ય સમાચારો પણ છે...