તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • ભૂલથી ફોન લાગી જતાં મહિલા પર 3 શખ્સનો લાકડી વડે હુમલો

ભૂલથી ફોન લાગી જતાં મહિલા પર 3 શખ્સનો લાકડી વડે હુમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરનીસત્યમ્ કોલોની વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતા એક મહિલાના પુત્રથી નજીકમાં રહેતા એક શખ્સના મોબાઈલ ફોન પર ભૂલથી કોલ થઈ જતાં દરમિયાન શખ્સે મહિલાના પુત્ર સાથે ‘મારા ફોનમાં કેમ કોલ કરશ’ તેમ કહી ઝઘડો કર્યો હતો. ત્યાર પછી એરફોર્સ-રના ગેઈટ પાસે મળવા માટે બોલાવી શખ્સે અન્ય બે શખ્સોની મદદથી મહિલા પર લાકડી વડે હુમલો કરી તેણીને ઈજા પહોંચાડી હતી. આથી મહિલાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ત્રણેય શખ્સો સામે ફરિયાદ નોધાવી હતી. બે શખ્સોએ તેના પર હુમલો કર્યો હતો. પોલીસે ફરિયાદ પણ રજીસ્ટરે લીધી છે.

જામનગરની સત્યમ્ કોલોની વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતા ભારતીબેન રાજુભાઈ સોલંકી નામના વાલ્મિકી મહિલાના પુત્ર કલ્પેશથી અતુલ ધીરૃભાઈ પરમાર નામના શખ્સના મોબાઈલ ફોન પર ભૂલથી કોલ થઈ જતાં અતુલે ‘મારા ફોનમાં કેમ કોલ કરશ’ તેમ કહી ઝઘડો કર્યો હતો.ત્યાર પછી એરફોર્સ-રના ગેઈટ પાસે મળવા માટે બોલાવી અતુલ અને વિપુલ ધીરૃભાઈ તથા મીનાબેન ધીરૃભાઈએ ભારતીબેન પર લાકડી વડે હુમલો કરી તેણીને ઈજા પહોંચાડયાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. પીએસઆઈ સી.એચ. માઢકે આઈપીસી ૩૨૩, ૫૦૪, ૧૧૪ તથા જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધ્યો છે. ફરિયાદની સામે વિપુલ ધીરૃભાઈ પરમારએ સામી ફરિયાદ નોંધાવી છે. તેમાં જણાવ્યા મુજબ કલ્પેશ રાજુભાઈ અને બબુ રાજુભાઈ નામના બે શખ્સોએ લાકડી અને ઢીકાપાટુ વડે વિપુલ પરમાર પર હુમલો કર્યો હતો. પોલીસે ફરિયાદ પણ રજીસ્ટરે લીધી છે.

બન્ને પક્ષની સામ-સામે ફરિયાદ નોંધાવવામાં આવી

જામનગરમાં નજીવી બાબતે માથાકૂટનો બનાવ

અન્ય સમાચારો પણ છે...