તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગરમાં પતિએ કરેલા હુમલાથી ઘવાયેલા મહિલાનું મૃત્યુ નીપજ્યું

જામનગરમાં પતિએ કરેલા હુમલાથી ઘવાયેલા મહિલાનું મૃત્યુ નીપજ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરતાલુકાના ભરતપુરમાં રહેતા એક પરિવારની પરિણીતા એક મહિનાથી તેના ભાઈના ઘરે રિસામણે બેઠી હતી. દરમિયાનમાં તેના પુત્રની શાળાનો દાખલો કઢાવવા તેના ભાઈ જોડે તેઓ તેના પતિના ઘરે ભરતપૂર ગયા હતા. સાળા સાથે પોતાના ઘેર આવેલી પત્ની પર કુહાડા વડે હુમલો કર્યો હતો. ઘવાયેલા મહિલાને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા મહિલાએ સારવાર દરમિયાન દમ તોડતા બનાવ હત્યામાં પલટાયો હતો.

જામનગર તાલુકાના ભરતપુર ગામમાં રહેતા રમેશ લાખાભાઈ વાઘેલાના લગ્ન જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલા ખડખડનગરમાં રહેતા રાજેશભાઈ લાખાભાઈ સરવૈયાના બહેન જયોત્સનાબેન સાથે થયા પછી દંપતિને બે સંતાનોની પ્રાપ્તિ થઈ હતી. તે દરમ્યાન કોઈ બાબતથી વિખવાદ થતા જયોત્સનાબેન પોતાના માવતરે પરત ફર્યા હતા. ત્યાર પછી જયોત્સનાબેન પોતાના ભાઈ રાજેશ સરવૈયા સાથે રાજેશ માટે યુવતી જોવા મોટરસાયકલમાં લતીપર ગયા હતા. જ્યાંથી ભાઈ-બહેન જામનગર પરત ફરતા હતા. ત્યારે જયોત્સનાબેને પોતાના બાળકોને શાળામાં બેસાડવા માટેની વાત કરવા ભરતપુર જવાનું કહેતા બન્ને ભાઈ-બહેન ભરતપુર પહોંચ્યા હતા. જ્યાં પતિ રમેશ લાખા સાથે જયોત્સનાબેને વાતચીત કરી હતી. વેળાએ રમેશે પોતાને પણ કામ માટે જામનગર આવવું છે. તેમ કહેતા જયોત્સનાબેને ત્રિપલ સવારીમાં જામનગર જવાની ના કહી અલગથી જામનગર આવવાનું કહેતા ઝઘડો થયો હતો.

તે દરમ્યાન રાજેશ લાખાભાઈ લઘુશંકા કરવા માટે જતાં પાછળથી રમેશે ઘરમાં પડેલો કુહાડો ઉપાડી પત્ની જયોત્સનાબેન પર હુમલો કર્યાે હતો. રમેશે તેણીને માથામાં ત્રણ અને મોઢા પર એક ઘા ઝીંકી દેતા જયોત્સનાબેનને લોહીલુહાણ હાલતમાં જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાબતનીએ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ વી.એમ. કામળિયાના માર્ગદર્શન હેઠળ એએસઆઈ એમ.આર. દાણીધારિયાએ આઈપીસી 307 હેઠળ ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. પાછળથી આરોપી જેલ હવાલે થયો હતો. જ્યારે સારવારમાં જયોત્સનાબેનનું ગઈકાલે સારવાર દરમ્યાન મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો છે.

ઝડપાયેલા આરોપી સામે વધુ એક ગુનો પોલીસ ચોપડે નોંધાયો

હત્યાની કલમનો ઉમેરો કરી આરોપી પતિને જેલહવાલે કરવામાં આવ્યો

અન્ય સમાચારો પણ છે...