તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • મોટાભાડુકિયા ગામના તલાટીમંત્રીને અરજદારે માર માર્યો

મોટાભાડુકિયા ગામના તલાટીમંત્રીને અરજદારે માર માર્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂળરાજકોટના પરમેશ્વર સોસાયટી-2માં રહેતા અને મોટાભાડુકિયાના તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા મુકેશભાઈ અમૃતભાઈ તારપરા મંગળવારે તેમની ફરજ પર હાજર હતા ત્યારે તે ગામ રહેતો જીતેન્દ્ર સોમૈયા નામનો શખ્સ ગ્રામપંચાયતમાં આવ્યો હતો અને પોતાના ઘરની વેરા પહોંચ માંગી હતી .આથી તલાટી કમ મંત્રી દ્વારા તેના ઘરના આધાર-પુરાવા લઈ આવવાનું કહેતા શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને તલાટી કમ મંત્રીનો કાંઠલો પકડી અને ફડાકા ઝીંક્યા હતા. ઘટના બાદ મંત્રી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને જાણ કરવામાં આવી હતી અને શખ્સ સામે કાલાવડ પોલીસ મથકમાં ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોધાવવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...