ભાસ્કર ન્યુઝ | જામનગર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ | જામનગર

આઝાદીના 71 વર્ષ પછી પણ પંચાયતિરાજમાં ઘણા ગામોમાં સત્તા મહિલાના હાથોમાં છે,પરંતુ ત્યાં મહિલાઓનો પ્રભાવ નહિવત અને પતિનો વધુ જોવા મળતો હોય છે.પરંતુ તેનાથી ઉલ્ટું ગત ગ્રામ્યચુંટણીમાં જોવા મળ્યું છે.જિલ્લામાં કેટલીક એવી મહિલા સરપંચો કે જે પોતાના બાવળાના દમ પર ચુંટણી લડી અને વિજય પણ મેળવ્યો.અને હવે પોતાના જ બળથી ગ્રામ્યના વિકાસમાં કાર્યો કરી રહી છે. જે મહિલાઓ ક્યારેય કોઇની સાથે વાત કરવા પણ ખચકાતી હતી.અને ઘરમાંથી બહાર નિકળવા શરમ અનુભવતી હતી.ગામના વિકાસના મુદ્દાની વાત તો દુર,પોતાની વાતને ઘરમાં રજુ પણ કરી શકતી હતી.જે આજે ગામના વિકાસ અંગેના મુદ્દાઓ ઉઠાવી રહી છે.તેમજ દરરોજ અનેક ગ્રામજનોની સમસ્યાને સાંભળીને નિરાકરણ પણ લાવે છે.દિવ્ય ભાસ્કર તમને એવી મહિલા સરપંચોની જાંખી કરાવા જઇ રહ્યું છે કે, જે મહિલાઓ સરપંચના હોદ્દા પર તમામ જવાબદારીઓ પર ખડેપગે ઉભી રહે છે.અને ગામના વિકાસમાં સતત કાર્યશીલ રહે છે.મહિલા સરપંચોએ જણાવ્યું હતું કે મહિલાના મુલ્યને જાણવાનું છોડી દો,અમે પુરૂષસમોવડી બનીને જ કામ કરશુ.માત્ર તકની જ રાહ જોવાઇ રહી હતી.

અન્ય સમાચારો પણ છે...