તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Jamnagar
 • Jamnagar News Last Year39s Grant Amounted To Rs With The Remaining Rs 320 Crore Double Spending Expenditures Were Planned This Year 064038

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગયા વર્ષની ગ્રાન્ટના રૂા. 3.20 કરોડ બાકી છે ત્યાં ચાલુ વર્ષે બમણા ખર્ચના આયોજનો ઘડી કઢાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

જામનગરમાં કોરોનાના રોગચાળાને અનુલક્ષીને શાળા-કોલેજો બંધ રાખવાની અફવાથી અફડા તફડી મચી ગઇ હતી. રજા અંગેના પરિપત્ર વાયરલ થતાં તરેહ તરેહની ચર્ચાની સાથે સવાલોનો દૌર શરૂ થયો હતો. જો કે, સોશ્યલ મિડીયાના મેસેજ ખોટા હોય ધ્યાન ન લેવા જિલ્લા વહીવટીતંત્રએ શહેરીજનોને અનુરોધ કર્યો છે.

દેશની સાથે ભારત અને ગુજરાત તથા જામનગરમાં કોરોનાના શંકાસ્પદ કેસ નોંધાતા શહેરીજનોમાં ભય સાથે ચિંતાની લાગણી ફેલાઇ છે. જો કે, અત્યાર સુધી તમામ દર્દીઓના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. આ સ્થિતિમાં શનિવારે સોશ્યલ મિડિયામાં કોરોના વાયરસને કારણે શાળા કોલેજો 14 થી 21 માર્ચ સુધી બંધ રહેશે તેવા પરિપત્ર વાયરલ થતાં શહેરીજનોમાં અફડા તફડી મચી ગઇ હતી. આટલું જ નહીં શહેરીજનોએ માધ્યમો અને વહીવટીતંત્રની ઓફીસે ફોન પર ફરિયાદો અને સવાલોનો મારો ચલાવ્યો હતો. જો કે, સોશ્યલ મિડિયામાં વાયરલ થયેલા પરિપત્રો માત્ર અફવા હોય તેના પર ધ્યાન ન આપવા જિલ્લા વહીવટીતંત્રએ શહેરીજનોને અનુરોધ કર્યો છે. સાથે સાથે અફવાથી ગેરમાર્ગે ન દોરાવવા અને સોશ્યલ મિડિયામાં આ અફવારૂપી પરિપત્રો વધુ વાયરલ ન કરવા પણ જણાવ્યું છે.

માથાની અમુક ઇજા શંકાસ્પદ છે

માથાના ભાગે થયેલી અમુક ઇજા શંકાસ્પદ ચોકકસ ગણાય. ગળાના ભાગે નિશાન મામલે પણ પોલીસ તપાસ કરશે. જોકે,પોસ્ટમોર્ટમ રીપોર્ટ બાદ વાસ્તવિકતા સ્પષ્ટ થશે. > વાય.આર. જોશી, પીએસઆઇ

પોસ્ટમોર્ટમ રિપોર્ટ કંઇક આવું કહે છે...

જામનગરની જી.જી. હોસ્પિટલમાં પેનલ તબીબ દ્વારા કસ્તુરબેનના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાયું હતું. તબીબી સુત્રો કહે છેકે, તેમના મૃત્યુનું કારણ માથામા થયેલી ગંભીર ઇજા છે. ગળા પર નિશાન છે પણ ગળુ ઘોટાવાથી મોત થયું નથી. બાકી પોલીસ તપાસનો વિષય છે.

મૃતક પ્રૌઢાના ગળાના ભાગે દોરીનું નિશાન શંકાસ્પદ : પોલીસ મૃત્યુ ગળુ ભીંસાવાથી નહી, માથામાં ઇજાથી થયું છે : તબીબ

ભાસ્કર ન્યૂઝ|જામનગર

જામનગરમાં સાંઢીયા પુલ નજીક માધવ બાગ-1 વિસ્તારમાં માનસિક બિમારીથી પીડાતા એક પ્રૌઢાએ દિવાલ અને નીચે ટાઇલ્સમાં પોતાનું માથું ભટકાડીને આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના બનતા પોલીસ ચોંકી ઉઠી છે. પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે પણ શહેરના સાયકિયાટ્રીસ્ટ ડો. સમીર મકવાણાએ દિવ્ય ભાસ્કરને સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે, જેવી રીતે પોતાના હાથે પોતાનું ગળુ દબાવીને આપઘાત કરવો શકય નથી એવી જ રીતે જાતે દિવાલમાં માથું ભટકાડીને મરી જવાનું લગભગ અશકય જ છે.

જામનગરમાં સાંઢીયા પુલ નજીક માધવ બાગ-1 વિસ્તારમાં શેરી નં.6 ખાતે રહેતા કસ્તુરબેન દેવશીભાઇ કણજારીયા (ઉ.વ.55) નામના પ્રૌઢાએ ગત તા.12ના રોજ બપોરે ઘરે રૂમમાં દિવાલ અને નીચે ટાઈલ્સમાં માથુ ભટકાડતા લોહીલુહાણ હાલતમાં સાંપડયા હતા.જેની પરીવારે જાણ કરાતા 108ની ટીમ ઘટનાસ્થળે પહોચી હતી.જોકે,ભોગગ્રસ્ત પ્રૌઢા મૃત જણાતા સ્થળ પર તાત્કાલિક પહોચેલી સીટી સી પોલીસે તેને તુરંત જી.જી.હોસ્પીટલમાં ખસેડયા હતા. પોલીસે મૃતદેહને પોષ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો.મૃતક છેલ્લા બાવીશ વર્ષથી માનસિક બિમારીથી પિડાતા હતા જેથી માનસિક બિમારીથી કંટાળી જઇ આ પગલુ ભરી લીધાનુ જાહેર થયુ છે. જોકે, પ્રૌઢાના ગળાના ભાગે પણ દોરીના નિશાન હતાં એ ડાધ જુના હોવાનું પરિવારજનોએ કહયું છે એમ પીએસઆઇ જોશીએ જણાવ્યુ હતું. મૃતક પ્રૌઢાના પગ કામ ન કરતા હોવાથી તેઓ બેઠા-બેઠા જ ચાલતા હોવાનું પણ જાણવા મળ્યું છે.

સ્વિમિંગ પુલમાં 16મીથી ધુબાકા મારો

ભાસ્કર ન્યૂઝ | જામનગર

જામનગરમાં કોર્પોરેશન સંચાલિત સ્વિમિંગ પુલ આગામી 16મી માર્ચથી પુન: કાર્યરત થઇ જવાનો છે આથી, તેમાં ધુબાકા મારવા માટે તરવૈયાઓ અત્યારથી થનગની રહયા છે. જામ્યુકો સંચાલિત સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં આવેલો સ્વીમીંગ પુલ શિયાળાના કારણે બંધ કરવામાં આવ્યો હતો. શિયાળો પૂર્ણ થતાં આગામી તા.16 માર્ચના રાબેત મુજબ સ્વીમીંગ પુલ શરૂ થશે. આથી સ્વીમીંગ માટે સભ્યોએ સ્પોર્ટસ કોમ્પલેક્ષનો સંપર્ક કરવા સ્પોર્ટસ મેનેજરની યાદીમાં જણાવાયું છે.

શિક્ષણ વિભાગમાં ગોબાચારી, શિક્ષકોને ગેરકાયદે બઢતી મુદે તપાસના આદેશ

કોંગ્રેસના સભ્ય હેમતભાઇ ખવાએ સામાન્ય સભામાં તત્કાલીન જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને મદદનીશ શિક્ષણ અધિકારીએ બે શિક્ષકો પાસે રાજય સરકારે માન્ય ન રાખેલી યુનિવર્સિટીની ડીગ્રી હોવા છતાં બઢતી આપી હોવાનો પ્રશ્ન ઉઠાવતાં ડીડીઓએ આ મુદે 10 દિવસમાં કમીટી બનાવી 30 દિવસમાં અહેવાલ સોંપવા આદેશ કર્યો છે. તદઉપરાંત્ શાળાઓમાં સ્માર્ટકલાસ રૂમ માટેના રૂ.70 લાખના કામમાં એક જ કંપનીને ફાયદો થાય તે રીતે કાર્યવાહી સામે વિરોધ વ્યકત કરતા ડીડીઓએ આ મુદે સમિતિની બેઠકમાં ચર્ચા કરી જો નિયમ વિરૂધ્ધ કાર્યવાહી થઇ હશે તો રી ટેન્ડર કરી જવાબદારો સામે પગલાં લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.

વા. વ્ય. માં 148 અને સામાજિક વિજ્ઞાનમાં 654 વિદ્યાર્થી ગેરહાજર


ભાસ્કર ન્યૂઝ | જામનગર

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બોર્ડની પરીક્ષામાં શુક્રવારે ધો.10 માં સામાજિક વિજ્ઞાનના પેપરમાં બંને જિલ્લામાં કુલ 255578 વિધાર્થીઓ હાજર અને 654 પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતાં.

ધો. 12 સામાન્ય પ્રવાહમાં વાણીજય વ્યવસ્થાના પેપરમાં 148 વિધાર્થી ગેરહાજર રહ્યા હતાં તો 10060 વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. બંને પેપર એકદંરે સરળ રહેતા વિધાર્થીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી. ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં શનિવારે ગણિત વિષયનું પેપર લેવાશે.

જામ્યુકોની મિલ્કત વેરા શાખા દ્વારા 22 મિલકતો જપ્ત કરાઇ, 47 બાકીદારોને નોટિસપેજ-04

આવું તાે મે કોઇ દિવસ સાંભળ્યું નથી

માનસિક રોગીઓના આપઘાતના અનેક કિસ્સા મે જોયા છે પણ દિવાલમાં માથું ભટકાડીને આપઘાત કરે એવો એકેય કિસ્સો મે કોઇ દિવસ સાંભળ્યો નથી. > ડો. સમીર મકવાણા, સાયકિયાટ્રીસ્ટ

સભ્યો ગેરહાજર રહેતા બાંધકામ સમિતિની સતા સામાન્ય સભાને સોંપાઇ

જિ.પં.ની સામાન્ય સભામાં અધ્યક્ષ સ્થાનેથી રજૂ થયેલા એજન્ડામાં બાંધકામ સમિતિની સતા સામાન્યને સભાને સોંપવાનો ઠરાવ મંજૂર કરવામાં આવ્યો હતો. આ મુદે વિપક્ષ ભાજપના સભ્યોએ કયાં કારણોસર આ નિર્ણય કરાયો તેવી ટકોર કરતા ખુદ શાસક પક્ષ કોંગ્રેસના સભ્યો બાંધકામ સમિતિની બેઠકમાં હાજર રહેતા ન હોય તેમ સમિતિના ચેરમેને જણાવ્યું હતું.

સિંચાઇના કામોના ખર્ચની મંજૂરીમાં વિપક્ષની પસ્તાળ

સામાન્ય સભામાં સિંચાઇ વિભાગના હસ્તકના કામોના સ્વભંડોળમાંથી ખર્ચની મંજૂરીમાં બાકી રહેતી ગ્રાન્ટ નવા શરૂ થતાં નાણાંકીય વર્ષમાં લઇ જવા મુદે વિપક્ષ ભાજપના સભ્યોએ વિરોધ વ્યકત કરી જે ગ્રામ પંચાયત કામ કરવા તૈયાર હોય તેને મંજૂરી આપવાની માંગ કરી પસ્તાળ પાડી હતી. જો કે, શાસકપક્ષ કોંગ્રેસે વિપક્ષના વિરોધને ગણકાર્યો ન હતો.

પોલીસ | દિવાલમાં માથું ભટકાડી પ્રૌઢાનો આપઘાતસાયકિયાટ્રીસ્ટ | માથુ ભટકાડી આપઘાત અશકય !

સંપૂર્ણ સ્થાનિક અખબાર

ઉનાળો શરૂ

પંચ તંત્ર

જિ.પં.ના વર્ષ 2020-21 ના સૂચિત અંદાજપત્રમાં સ્વભંડોળ, સરકારી પ્રવૃતિ અને દેવા વિભાગની 174.78 કરોડની આવક સામે 181.73 કરોડના ખર્ચની જોગવાઇ


જિલ્લા પંચાયતે ફરી બતાવ્યો હથેળીમાં ચાંદ | માત્ર 3 જ મિનિટમાં રૂપિયા 620.76 લાખની પુરાંતવાળુ બજેટ મંજૂર થયું

અંદાજપત્રની હાઇલાઇટસ


કોરોના : શાળા-કોલેજો બંધની અફવાથી ભારે અફડાતફડી


ભાસ્કર ન્યૂઝ | જામનગર

સરકારી પ્રવૃતિ માટે ગયા વર્ષની રૂ.3.20 કરોડની ગ્રાન્ટ બાકી છે ત્યાં જામનગર જિલ્લા પંચાયતના વર્ષ 2020-21 ના સ્વભંડોળના બજેટમાં આવક કરતા બમણા ખર્ચના આયોજનો ઘડી કાઢી ફરી હથેળીમાં ચાંદ બતાવામાં આવ્યો છે. સામાન્ય સભામાં ફકત 3 મિનિટમાં મંજૂર કરવામાં આવેલા આંકડાઓની માયાજાળ ધરાવતા બજેટમાં સ્વભંડોળ, સરકારી પ્રવૃતિ અને દેવા વિભાગની 174.78 કરોડની આવક સામે 181.73 કરોડના ખર્ચની જોગવાઇ કરવામાં આવી છે. અંદાજપત્રમાં વિકાસના કામો માટે રૂ.200 લાખની જોગવાઇ કરવામાં આવી છે. બાળકોના પોષણ સ્તર સુધારવા માટે ફકત રૂ.12 લાખની જોગવાઇ કરવામાં આવી છે.

કોંગ્રેસ શાસિત જામનગર જિલ્લા પંચાયતની શુક્રવારે પ્રમુખ નયનાબેન માધાણીના અધ્યક્ષ સ્થાને મળેલી સામાન્ય સભામાં કોંગ્રેસના 15 અને ભાજપના 8 સભ્યો હાજર રહ્યા હતાં. જનરલ બોર્ડમાં વર્ષ 2020-21 નું અંદાજપત્ર 3 મિનિટમાં અને સિંચાઇના કામોને સ્વભંડોળના ખર્ચની મંજૂરી, મોટી ખાવડી ગ્રામ પંચાયતનું વિભાજન સહિતના એજન્ડા 30 મિનિટમાં મંજૂર કરાઇ છે.

જિલ્લા પંચાયતના વર્ષ 2020-21 ના સ્વભંડોળના બજેટમાં રૂ.501.58 લાખની સૂચિત આવક અને ખુલતી સિલક રૂ.1316.39 લાખ મળી કુલ રૂ.1817.97 લાખની સામે આવક કરતા બમણા એટલે કે રૂ.1197.21 લાખના ખર્ચની જોગવાઇ કરી રૂ.620.96 લાખની પુરાંત દર્શાવામાં આવી છે.

દ્વારકા | કલ્યાણપુર | જામખંભાળિયા | જામનગર | લાલપુર | ભાણવડ | જામજોધપુર | ધ્રોલ | જોડિયા | કાલાવડ

ફાગણ વદ - 6 િવક્રમ સંવત 2076

જામનગર, શનિવાર, 14 માર્ચ, 2020

1.50 લાખ પશુપાલન માટે

3.62 કરોડ બાંધકામ ક્ષેત્ર માટે


3 શ્રેષ્ઠ ગ્રામ પંચાયતને રૂ.5 લાખનું ઇનામ

જિલ્લા પંચાયતના બજેટમાં ગ્રામ પંચાયતો વચ્ચે સ્પર્ધાનું આયોજન કરી શ્રેષ્ઠ 3 ગ્રામ પંચાયતને પુરસ્કાર માટે રૂ.5 લાખની જોગવાઇ કરવામાં આવી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સબ સેન્ટરમાં ઉપકરણોની ખરીદી અને ટેલીમેડીસીન દ્વારા દર્દીઓને સેવાનો લાભ આપવા માટે રૂ.12 લાખ, આતંત જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટ તથા અન્ય સ્પર્ધાના આયોજન માટે રૂ.5 લાખની જોગવાઇ કરવામાં આવી છે.

_photocaption_જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં શુક્રવારે આગામી વર્ષ 2020-21 નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. } તસવીર : હસીત પોપટ*photocaption*

1.74 કરોડ સિંચાઇ ક્ષેત્ર માટે

1.16 કરોડ સમાજ કલ્યાણ ક્ષેત્રમાં


18.30 લાખ જાહેર આરોગ્ય માટે

240 લાખ રસ્તાની મરામત માટે


174 લાખ ચેકડેમ માટે


50 લાખ કોમ્યુનીટી હોલ માટે


40 લાખ પ્રવાસી શિક્ષકો માટે


48 લાખ સ્માર્ટ કલાસ માટે

200 લાખ વિકાસ કાર્યો માટે


રજા અંગેનાે પરિપત્ર વાયરલ થતાં ચર્ચા

સાવ ખોટો છે સોશિયલ મીડિયાનાે મેસેજ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો