તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિ.પં.ના 6 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડિલિવરી માટે લેબર રૂમ કાર્યરત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર જીલ્લામાં 33 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલા છે, જે પૈકી 6 PHCમાં પૂરતું ઇન્ફાસ્ટ્રકચર નહીં હોવાના કારણે નવેમ્બર-2018માં એક પણ પ્રસુતિ નહીં થયાનું ધ્યાને આવ્યું હતંુ. આ અંગે જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પારીકના અધ્યક્ષસ્થાને એક્ઝીક્યુટીવ કમીટીની બેઠક યોજાઇ હતી. જેમાં આ બાબતે ચર્ચા કરવામાં આવી અને ઉક્ત 6 પીએસસી ધ્રાફા, પરડવા, મોટાપાંચદેવડા, ભણગોર, મોટાખડબા, મોડપર સહીત જીલ્લાના તમામ પીએસસીમાં લેબર રૂમ તાત્કાલીક કાર્યરત કરવા સુચના આપવામાં આવી હતી. CDHOના માર્ગદર્શન હેઠળ ક્વોલીટી એસ્યુરન્સ મેડીકલ ઓફીસર અને પીએચસીની ટીમ દ્વારા આ 6 પીઅેચસીની સ્થળ મુલાકાત કરી તાત્કાલીક લેબર રૂમ માટે જગ્યા સુનિશ્ચિત કરીને આ પીએચસીના ઇંસ્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો લાવીને દરેકમાં આવશ્યક સાધનોથી લેબર રૂમો સજ્જ કરવામાં આવ્યા છે. પરિણામે પાછલા માસમાં પીએચસી ભણગોરમાં-2, મોટાપાંચદેવડામાં-1 અને ધ્રાફામાં-1 સફળ પ્રસુતિઓ થઇ છે. જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પારીકના નિર્ણય અને જીલ્લાના છેવાડાના ગામ સુધીની મહિલાઓને સુરક્ષિત પ્રસુતિ કરાવવાની સુવિધા આપવાના ઉમદા અભિગમથી જીલ્લાના 33 પીએચસીમાં 100% પ્રસુતિ ગૃહની સિદ્ધી હાંસલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...