તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખંભાળિયા પોલીસ પરિવાર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા રક્તદાન કરશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પુલવામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રધ્ધાંજલી અર્પવા ખંભાળિયા પેાલીસ તંત્ર દ્વારા આવકારદાયક સેવા પ્રવૃતિનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં એકત્ર થયેલ તમામ રકત ખંભાળિયા તથા જામનગર હોસ્પિટલમાં થેલેસેમીયાના દર્દીઓને આપવામાં આવશે.

ખંભાળિયામાં પુલવામાં શહીદોને શ્રધ્ધા સુમન સાથે લોકોની સેવા માટે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. અરવિદસિંહ જાડેજા દ્વારા તા. 3 માર્ચના સવારે આઠ વાગ્યાથી 2 દરમિયાન મ્યુ. ગાર્ડનમાં આવેલા યોગ કેન્દ્રમાં રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં ખંભાળિયા પંથકની લાયન્સ કલબ, રેડક્રોસ જેવી સંસ્થાઓ, કાર્યકરોના સામુહીક રીતે રકતદાનથી આશરે 200થી વધુ બોટલ રકત એકત્ર કરી ખંભાળિયા તથા જામનગરની જી.જી. હોસ્પિટલની બ્લડ બેંકમાં થેલેસેમીયાના દર્દીઓ માટે રકત આપવામાં આવશે.

ઉપરાંત દરેક રકતદાતાઓને સ્થળ પર જ આંખના નંબરો તથા ડાયાબીટીશ અને બીપીના દર્દનું નિ:શુલ્ક પરીક્ષણ કરી આપવામાં આવશે તો દેશભકિત સાથે સેવા પ્રવૃતિમાં સહભાગી થવા ખંભાળિયા શહેર તથા તાલુકાની જનતા અને રકતદાતાઓને પીઆઇ એ.બી. જાડેજા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

દરિયામાં જતી બોટોને ટોકન ઇશ્યૂ કરવાનું બંધસરહદ પર તંગદિલી ભરી સ્થિતિને ધ્યાને રાખીને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઇ છે, જેમાં ભારતીય કોસ્ટગાર્ડ સ્ટેશન ઓખા દ્વારા આપવામાં આવેલ સૂચના અન્વયે માછીમારી બોટોને દરિયામાં માછીમારી કરવા ટોકન ઇસ્યુ કરવાના બંધ કરવામાં આવ્યા છે. હાલમાં દરિયામાં માછીમારી કરી રહેલ તમામ માછીમારી બોટૉને તાત્કાલિક દરિયાકાંઠે પરત ફરવા મત્સ્યોદ્યોગ અધિક્ષક ઓખા દ્વારા સૂચના આપવામાં આવી છે. આ સૂચનાનું કડક રીતે પાલન કરવા માછીમારોને તાકીદ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો