તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાલાવડની પુસ્તક પરબ સંસ્થાએ વિશ્વ માતૃભાષા દિવસની ભવ્ય ઉજવણી કરી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગર | કાલાવડની પુસ્તક પરબ સંસ્થા દ્વારા તા. 21ના વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે કાર્યક્રમનું આયાેજન કરવામાં આવ્યું હતું. જેમાં અધ્યક્ષ ડો.અનુભાઈ પારેખે વક્તવ્યમાં જણાવ્યું હતું કે, અંગ્રેજી માધ્યમની ઘેલછાને કારણે આપણા બાળકો માતૃભાષાને ભૂલી ન જાય તેની ફક્ત ચિંતા કરવાને બદલે વ્યવહારમાં પણ આપણી ભાષાનો ઉપયોગ થાય તે જરૂરી છે. ગુજરાતી ભાષાના પ્રાધ્યાપક રશ્મિબેન પારેખે રશિયા, ચીન, જાપાન સહિતના દેશ તેમની માતૃભાષા માટે ગર્વ વ્યક્ત કરતા હોય છે તેમ જણાવ્યું હતું અને સંસ્થાના કન્વિનર મુકેશભાઈ દાણીધારીયાએ સમગ્ર વિશ્વમાં ગુજરાતી ભાષા 26માં ક્રમની સૌથી વધારે બોલતી ભાષા છે તેમ કહયું હતું. કાર્યક્રમમાં રમેશભાઈ આશર, મજીદભાઈ બ્લોચ,જયુભા જાડેજા, હસુભાઈ વોરા, અશોકભાઈ ઠાકર, પ્રકાશભાઈ ઉધાસ, વિરૂભાઇ આસરા સહિતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો