ધુંવાવની કન્યા શાળામાં કલા મહોત્સવ-2019ની ઉજવણી કરવામાં આવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | તા.27ના કન્યા શાળા ધુંવાવમાં સી.આર.સી.કક્ષાના કલા મહોત્સવમાં કુલ 12 શાળાના જુદા જુદા ચાર વિભાગોમાં કુલ 48 બાળ કલાકારોએ ભાગ લીધો હતો. જેમાં ચિત્રકલા, કાવ્ય લેખન, નિબંધ અને વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી અને એક થી ત્રણ નંબર મેળવનારને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમના સમાપનમાં ઉપસ્થિત જુદી જુદી શાળાના આચાર્યો અને નિર્ણયાકો દ્વારા દરેક ભાગ લેનાર ક્લાકારોને શુભેચ્છાઓ આપી હતી. સી.આર.સી.ધુંવાવમાં કામ કરતા તાલુકા શાળા આચાર્ય સુધીરભાઈ કાણસાગરા, કાંકરીયા વાડી શાળા ખીમરાણાનાં આચાર્ય ભગવાનજીભાઈ કટેશિયા અને મોરાવાડી શાળા ખીમરાણાનાં શિક્ષક શૈલેષભાઈ બ્રહ્માણી આ ત્રણેય શિક્ષકો જામનગરની જુદી જુદી સંસ્થાઓ દ્વારા સન્માનીત થતા તેઓનું સી.આર.સી.ધુંવાવ તરફથી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...