ખંભાળિયાના ગેસ્ટહાઉસમાં ધમધમતું જુગારધામ ઝડપાયું

Jamnagar News - junkardhum caught in a guesthouse in chaplahalia 064512

DivyaBhaskar News Network

Jun 18, 2019, 06:45 AM IST
ખંભાળીયામાં એલસીબી પોલીસની ટીમે શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન રેલ્વે સ્ટેશન રોડ પર આવેલા એક ગેસ્ટ હાઉસમાં એક સ્થાનિક શખ્સ નાલ ઉઘરાવી ગેસ્ટ હાઉસના એક કર્મચારીને પણ આર્થિક લાભ આપી જુગારનો અખાડો ચલાવાતો હોવાની બાતમી મળી હતી.જે બાતમીના આધારે પોલીસે શિવમ ગેસ્ટ હાઉસમાં દરોડો પાડયો હતો. આ દરોડા દરમિયાન સાતેક શખ્સો જુગાર રમતા માલુમ પડયા હતા.

આથી પોલીસે માંડણ માણસુરભાઇ રૂડાચ, માલદે દેસુરભાઇ ડોસાણી, દેવરામ વેલજીભાઇ ગોહેલ, હર્ષદ ગોરધનભાઇ મોદી, ધના અજાભાઇ લાંબરીયા, લાખા ભીખાભાઇ જામ અને બટુક પરસોતમભાઇ ભાયાણીને પકડી પાડી રૂ.31,500ની રોકડ રકમ ઉપરાંત પાંચ મોબાઇલ અને ત્રણ બાઇક સહીત રૂ.1,38,000ની માલમતા કબજે કરી તમામ સામે જુગાર ધારા હેઠળ ઘોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.આ દરોડાના પગલે ક્ષણિક અફડા તફડી સાથે દોડધામ મચી જવા પામી હતી.

X
Jamnagar News - junkardhum caught in a guesthouse in chaplahalia 064512
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી