જામજોધપુરના પોલીસ દમન કેસનો 30 વર્ષ બાદ આજે ચુકાદો

Jamnagar News - judgment after 30 years of jamjodhpur police suppression case today 063516

DivyaBhaskar News Network

Jun 20, 2019, 06:35 AM IST
ગુજરાતભરમાં ભારે ચકચાર જગાવનાર જામજોધપુર કસ્ટોડીયલ ડેથ કેસમાં પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ સહિત સાત આરોપી સામેના કેસનો ગુરૂવારે જામનગરની કોર્ટમાં ચુકાદો હોવાથી ભારે ઉતેજના વ્યાપી ગઇ છે. પ્રાપ્ત વિગત અનુસાર જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં 30 વર્ષ અગાઉ અડવાણીની રથયાત્રા વખતે બિહારમાં તેને રોકવામાં આવતા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જે દરમિયાન તા. 30 ઓકટોમ્બર 1990ના રોજ પોલીસે કર્ફયુ દરમિયાન હિંસા ફેલાવવા અને તોડફોડ કરવા મામલે 133 વ્યકિતઓની ટાડા હેઠળ ધરપકડ કરી કથિત રીતે માર માર્યો હતો. ત્યારબાદ તેમને કોર્ટમાં રજુ કરી જેલ હવાલે કરી દેવામાં આવ્યા હતાં. તા. 8 નવેમ્બરના રોજ તેમને જામીન મળતા પ્રભુદાસ માધવજી વૈષ્ણનાની અને તેનો ભાઇ રમેશ માધવજી બન્નેને સારવાર માટે રાજકોટની ગાેંધીયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જયાં પ્રભુદાસનું મૃત્યુ થયું હતુ, જયારે રમેશભાઇની કીડની ફેઇલ થઇ ગઇ હતી. જેમાં તેઓ સારવાર દરમિયાન બચી ગયા હતા. આ ઘટના બાદ તેના ભાઇ અમૃતલાલે પોસ્ટ મોર્ટમ કરવા માટે મંજૂરી માંગી હતી અને ફરિયાદ દાખલ કરતા સીઆઇડી ક્રાઇમે તપાસ કરી ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસ 30 વર્ષ સુધી ચાલ્યા બાદ ગુરૂવારના તેનો ચુકાદો મુકરર કરવામાં આવ્યો છે. પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ, તત્કાલીન પીએસઆઇ શૈલેષ પંડયા, દિપક શાહ, કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઝાલા, પ્રવિણસિંહ જાડેજા, અનોપસિંહ જેઠવા અને કેશુભા જાડેજા સામે આરોપ કરાયા છે. ગુરૂવારે સેસન્સ કોર્ટના જજ વ્યાસ ચુકાદો આપશે.

X
Jamnagar News - judgment after 30 years of jamjodhpur police suppression case today 063516
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી