તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એમ.પી.શાહ કોલેજમાં જોબ પ્લેસમેન્ટ :25 વિદ્યાર્થીઓને નોકરી અપાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર ભાસ્કર: જામનગરની એમ. પી. શાહ કોમર્સ કોલેજમાં જોબ પ્લેશમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રિલાયન્સ કંપનીના રિલાયન્સ રીટેઇલ લિ. અેચ. આર. ડિપાર્ટમેન્ટના મેનેજરની મોસ્ટ માટે ઇન્ટરવ્યું યોજાયું હતું. ઇન્ટરવ્યુ ગુજરાત કલસ્ટરના એચઆર મેનેજર રાજીવ વર્મા તથા મહારાષ્ટ્ર કલસ્ટરના એચઆર મેનેજર સુદામ શિતોલ દ્વારા લેવામાં આવ્યું હતું. આ તકે પ્રથમ 220 વિદ્યાર્થીઓની લેખિત પરીક્ષા લઇ 28 વિદ્યાર્થીઓનું ઇન્ટરવ્યું લેવામાં આવ્યું હતું જેમાંથી 25 વિદ્યાર્થીઅોની જોબ માટે પસંદગી કરવામાં આવી હતી. આ પ્લેસમેન્ટના આયોજનને સફળ બનાવવા ડો. સુનિલ લોહિયા, ડો. દિપેશ નથવાણી સહિતના અધ્યાપકોઅે ભારે જહેમત ઉઠાવી હતી. અધ્યાપકો અને નોકરીમાં પસંદગી પામતા વિદ્યાર્થીઓને વિદ્યોત્તેજક મંડળ તથા પ્રિન્સીપાલ ડો. જી. ડી. ચાૈધરી સહિતનાઅોએ અભિનંદન પાઠવ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...