તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરના નીરજનું હૃદય બીજામાં ધબકવા લાગ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂળ જામનગરના નીરજ નામના 27 વર્ષના યુવાનનું સુરત અકસ્માતમાં બ્રેઇન ડેડ થતાં હૃદય, કીડની, લીવર અને આંખના દાનનો પરિવારે પ્રેરણાદાયી નિર્ણય કરતા જામનગરમાં ગુરૂવારે રાત્રીના ઓપરેશન કરાયુ હતું. સિકયુરીટી વચ્ચે જીવંત માનવ અંગોને ફલાઇટમાં અમદાવાદ લઇ જવામાં આવ્યા હતાં. જયાં શુક્રવારે સવારે જ હૃદયનું સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરવામાં આવતા નીરજનું હૃદય બીજામાં ધબકવા લાગ્યું છે.

જામનગરના વતની હાલ સુરત રહેતા ટ્રાવેર્લ્સના વ્યવસાયી વિનોદભાઇ ફલીયાના પુત્ર નિરજ (ઉ.વ.27)ને ગત તા.31મી ડીસે.ના રાત્રે કાર અકસ્માત નડતા તબીબી સારવાર દરમિયાન તેને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યો હતો. આથી પરીવારજનો નિરજને લઇને ગુરૂવારે વહેલી સવારે જામનગર આવ્યા હતા અને પ્રથમ નીરજને શહેરની ક્રીટીકલ કેર ખાનગી હોસ્પિટલમાં અને બાદ માં જી.જી. હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. પરંતુ નીરજનું બ્રેઇન ડેડ થયું હોવાથી પરિવારજનોએ નિરજના હૃદય, લીવર ઉપરાંત બે કિડની અને બે આંખ સહિતના અંગોનુ દાન કરવાનો નિર્ણય કર્યો હતો. જીવંત વ્યકિતનું હૃદય કાઢી પ્રત્યારોપણ માટે અમદાવાદ લઇ જવાનું હોય તંત્ર દ્વારા તાબડતોબ રૂટ, સુરક્ષા સહિતની કામગીરીમાં જોતરાયું હતું. ગુરૂવારે રાત્રિના અમદાવાદર આઇ.કે.ડી અને સીમ્સ હોસ્પિટલના ડો.પ્રાંજલ મોદી અને ડો.નીરજ ભાવસારની ટીમ આવી પહોંચી હતી. ત્યારબાદ સર્જરીની જરૂરી તૈયારી કરી પ્રથમ નીરજના હૃદયનું અને ત્યારબાદ લીવર, કીડની અને આંખનું ઓપરેશન કરાયું હતું. નીરજના જીવંત હૃદય, લીવર અને કીડનીને સિકયુરીટી વચ્ચે ફલાઇટમાં અમદાવાદ લઇ જવાયા હતાં.

બ્રેઇન ડેડ નીરજ

બ્રેઇન ડેડના નિર્ણયમાં 6 કલાકનો સમય લાગ્યો
ભારતીય સંવિધાનના કાયદા મુજબ હૃદય બંધ થાય તો જ મૃત્યુ માનવામાં આવે છે. આથી બ્રેઇન ડેડના રિપોર્ટએ સૌથી કઠીન કામ છે. જી.જી.હોસ્પિટલમાં નીરજના બ્રેઇન ડેડ રિપોર્ટ માટે ચાર તબીબોની ટીમ બનાવામાં આવી હતી. જેઓએ બે વખત ટેસ્ટ કરી જરૂરી પ્રક્રિયા બાદ નીરજનું બ્રેઇન ડેડ હોવાનો રિપોર્ટ આપ્યો હતો. આ પ્રક્રિયામાં 6 કલાકનો સમય લાગ્યો હતો.

આ ડોકટરોની કામગીરી
અમદાવાદથી 14 ડોકટરની ટીમ આવી જેની સાથે જી.જી.ના સુપ્રિ. ડો.પંકજ બુચ,સર્જરી વિભાગના ડો.સુધીર મહેતા, ડો.ચેટરજી, ડો.મીતા પટેલ સહિત 17 ડોકટરની કાબીલેદાદ કામગીરી. ડોકટરોની ટીમ હૃદય લઇ અમદાવાદ ફલાઇટમાં રવાના થઇ હતી. બાદ કીડની અને લીવરને પણ તબીબો ફલાઇટમાં લઇ ગયા હતાં. આમ બે વખત ફલાઇટમાં આવાગમન.

કયાં ઓપરેશનમાં કેટલો સમય થયો
બ્રેઇન ડેડ નીરજના હૃદયના ઓપરેશનમાં અઢી થી ત્રણ કલાક, લીવરના ઓપરેશનમાં 4 થી 5 કલાક, કીડનીના ઓપરેશનમાં 6 કલાક અને આંખના ઓપરેશનમાં 1 કલાક જેટલો સમય લાગ્યો હોવાનું જી.જી.હોસ્પિટલના સુપ્રિટેડન્ટ ડો.પંકજ બુચે જણાવ્યું હતું.

જામનગરમાં પ્રથમ વખત રાત્રિના ફલાઇટે ઉડાન ભરી
જામનગરમાં સુરક્ષાની ત્રણેય પાંખ હોવાથી રાત્રિના ફલાઇટનું ઉડયન થતું નથી. પરંતુ ગ્રીન કોરીડોરના પગલે જામનગરથી પ્રથમ વખત રાત્રિના ફલાઇટે ઉડાન ભરી હતી.

નીરજના તમામ અંગોનંુ સફળ પ્રત્યારોપણ
અકસ્માતમાં બ્રેઇન ડેડ નીરજના હૃદયનું શુક્રવારે સવારે અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં સફળ પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું. નીરજના લીવર અને બે કીડનીનું અમદાવાદની સવીલ હોસ્પિટલમાં અને બે આંખનું જામનગરની જી.જી.હોસ્પિટલમાં જ સફળ પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું.

શહેરના પ્રથમ ગ્રીન કોરીડોરનો ઘટનાક્રમ
સુરતમાં 31 ડીસે.ના નીરજને કાર અકસ્માત નડતા બ્રેઇન ડેડ

બે દિવસની સારવાર બાદ ગુરૂવારે સવારે નીરજને સારવાર અર્થે જામનગર લાવવામાં આવ્યો

જામનગરમાં પ્રથમ ખાનગી અને બાદમાં જી.જી.હોસ્પિટલમાં ખસેડાતા બ્રેઇન ડેડનો રિપોર્ટ આવતા તબીબોના કાઉન્સેલીંગ બાદ પરિવારનો હૃદય, લીવર, કીડની અને આંખના દાનનો નિર્ણય

પ્રથમ ગ્રીન કોરીડોર માટે ગુરૂવાર રાત્રે 11 વાગ્યાનો સમય નક્કી થયો

રાત્રીના 12.30 વાગ્યે અમદાવાદના તબીબોની પ્રથમ અને બીજી ટીમ 1.30 વાગ્યે આવી

ઓપરેશનની જરૂરી પ્રક્રિયા કરી નીરજને રાત્રીના 2.15 વાગ્યે નીરજને ઓપરેશન થીયેટરમાં લઇ જવાયો

પ્રથમ હૃદયનું ઓપરેશન કરવામાં આવ્યું, જે એક કલાક ચાલ્યું, ત્યારબાદ લીવર,કીડની અને આંખનું ઓપરેશન થયું

હૃદયના ઓપરેશન બાદ 8 મીનીટ અને 22 સેકેન્ડમાં હૃદય જી.જી.હોસ્પિટલથી જામનગર એરપોર્ટે પહોંચ્યું, જામનગરથી 35 થી 40 મીનીટમાં જામનગરથી ફલાઇટમાં અમદવાદ પહોંચ્યું.ત્યાર પછી લીવર અને કીડની ફલાઇટમાં અમદાવાદ લઇ જવાયા હતાં.

વાઇસ ચેરમેન તરીકે ધીરજલાલ કારિયા
જામનગર યાર્ડના ચેરમેન તરીકે રાઘવજીભાઇ
પાંચમી વખત યાર્ડના ચેરમેન તરીકે વરણી
ભાસ્કર ન્યૂઝ|જામનગર

જામનગર માર્કેટીંગ યાર્ડના ચેરમેન તરીકે પાંચમી વખત રાધવજીભાઇ પટેલની બિનહરીફ ચૂંટાઇ આવ્યા હતાં.યાર્ડના વાઇસ ચેરમેન તરીકે ધીરજલાલ કારિયાની વરણી થઇ હતી.નવનિયુકત ચેરમેન-વાઇસ ચેરમેનનો સન્માન સમારંભ યોજાયો હતો.

જામનગર માર્કેટીંગ યાર્ડની પ્રતિષ્ઠાના જંગ સમાન ચૂંટણીમાં ભાજપના બે બળિયા જૂથ મેદાનમાં હતાં.જેમાં ખેડૂત,ખરીદ-વેચાણ અને વેપારી વિભાગમાં જામનગર ગ્રામ્યના માજી ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલની પેનલનો વિજય થયો હતો.જામનગર માર્કેટ યાર્ડના ચેરમેન-વાઇસ ચેરમેનની શુક્રવારે 14 ડીરેકટરોની ઉપસ્થિતિમાં ચૂંટણી યોજાઇ હતી.યાર્ડમાં ચૂંટણી અધિકારી સંગીતાબેન રૈયાણીની અધ્યક્ષતામાં યોજાયેલી ચૂંટણીમાં જામનગર માર્કેટીંગ યાર્ડના ચેરમેન તરીકે પાંચમી વખત રાધવજીભાઇ પટેલ તથા વાઇસ ચેરમેન તરીકે ધીરજલાલ કારીયા બીનહરીફ વિજેતા થયા હતાં.ચૂંટણી બાદ નવનિયુકત ચેરમેન અને વાઇસ ચેરમેનનો સન્માન સમારંભ યોજાયો હતો.જેમાં ડીરેકટરો અને જુદા જુદા ક્ષેત્રના આગેવાનોએ બંને હોદેદારોનું સન્માન કર્યું હતું.સન્માન સમારંભમાં 3000 થી વધુ ખેડૂતો હાજર રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...