તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગર યાર્ડ મગફળીથી ઊભરાયું, આવક બંધ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે મેઘરાજાએ મહેર કરતાં મુખ્ય પાક મગફળીનું જંગી વાવેતર થતાં નોંધપાત્ર ઉત્પાદન થયું છે.જો કે,માવઠાના કારણે અમુક ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાય ગયાનું ચિત્ર ઉપસ્યું છે.આ સ્થિતિમાં પણ જામનગર માર્કેટીંગ યાર્ડમાં મગફળીની ધૂમ આવક થતાં યાર્ડમાં મગફળીન રાખવાની જગ્યા ખૂટી પડતાં આવક બંધ કરવાની ફરજ પડી છે. યાર્ડમાં જાહેર હરરાજીમાં ખેડૂતો મગફળી વેંચવા પડાપડી કરતાં 8 દિવસમાં મગફળીની 30555 ગુણીની આવક નોંધાઇ છે.મહા વાવાઝોડાની આગાહીના કારણે ભારે પવન સાથે વરસાદની સંભાવનાથી 15 નવેમ્બર સુધી યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ રાખવામાં આવી છે.ત્યારે એક મણ મગફળીના ટેકાના રૂ.1018 ના ભાવની સામે યાર્ડમાં જાહેર હરરાજીમાં રૂ.750 થી 1280 ભાવ ઉપજતાં હરરાજીમાં મગફળી વેંચવા ખેડૂતોનો ધસારો જોવા મળી રહ્યો છે.

મગફળી વેચવા ખેડૂતોએ પડાપડી કરતા આઠ દિવસમાં મગફળીની 30555 ગુણીની આવક થઇ છે.તસવીર:હસીત પોપટ

મગફળીના વેચાણથી બે ગણી આવક
જામનગર માર્કેટીંગ યાર્ડમાં જાહેર હરરાજીમાં સીઝનમાં દરરોજ મગફળીની 15 થી 18 હજાર ગુણીની આવક થાય છે.જેની સામે હરરાજીમાં રોજ 5 થી 6 હજાર ગુણીનું વેંચાણ થાય છે.આ કારણોસર યાર્ડમાં મગફળી ઉતારવાની જગ્યા ન હોય આવક બંધ કરવાની ફરજ પડી છે.જો કે, હરરાજીમાં મગફળીનું વેંચાણ થતાં જગ્યા ખાલી થતાં બે-ત્રણ દિવસ બાદ પુન: આવક શરૂ કરવામાં આવશે. હિતેષભાઇ પટેલ, સેક્રેટરી,જામનગર માર્કેટીંગ યાર્ડ

ટેકાના ભાવ કરતા જાહેર હરાજીમાં મગફળી વેચાણના કારણો
સારી ગુણવતાવાળી મગફળીના જાહેર હરરાજીમાં ટેકાના ભાવ કરતા વધુ ભાવ ઉપજે છે.

જાહેર હરાજીમાં મગફળીના વેંચાણથી નાણાં તુરંત જ મળી જાય છે.

ખેડૂતોને શિયાળુ વાવેતર માટે નાણાંની જરૂરિયાત

નબળી ગુણવતાવાળી મગફળી ટેકાના ભાવે કરવામાં આવતી ખરીદીમાં નમૂનામાં પાસ થઇ શકે તેમ ન હોય જાહેર હરરાજીમાં વેંચાણ.

18 નવેમ્બરથી પુન: ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે
 મહા વાવાઝોડાના પગલે પવન સાથે ભારે વરસાદની આગાહીના કારણે રાજય સરકારની સૂચનાથી જામનગરમાં 15 નવેમ્બર સુધી ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ રાખવામાં આવી છે.તા.16 અને 17 નવેમ્બરના રજા હોવાના કારણે 18 નવેમ્બરથી પુન: ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે.ખેડૂતોને આ તારીખ પ્રમાણે મેસેજ કરવામાં આવ્યા છે.કે કે.જે.જાડેજા, જિલ્લા પુરવઠા અધિકારી,જામનગર

જામનગર યાર્ડમાં મગફળીની આવક અને હરાજીના ભાવ
તારીખ મગફળીની ગુણી ભાવ(20 કીલો)

1 નવેમ્બર 5660 850 થી 1000

2 નવેમ્બર 5665 850 થી 1000

4 નવેમ્બર 3493 900 થી 1280

5 નવેમ્બર 4360 850 થી 1000

6 નવેમ્બર 3579 900 થી 1000

8 નવેમ્બર 3128 800 થી 990

9 નવેમ્બર 3190 850 થી 970

10 નવેમ્બર 1480 750 થી 980

અન્ય સમાચારો પણ છે...