તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરમાં વૈજનાથ મંદિરે બબાલ, સામસામી ફરિયાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરના હવાઇ ચોક નજીક વૈજનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં શુક્રવારે રાત્રે ટ્રસ્ટીઓ અને પુજારી પરીવાર વચ્ચે મારામારીનો મામલો સામે આવ્યો છે.આ બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી.આ બબાલમાં સામસામી માર માર્યાની ફરીયાદ નોંધાઇ છે.જાણવા વિગત અનુસાર શહેરમાં હવાઇ ચોક નજીક વૈજનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટીગણના દિપકભાઇ શેઠએ સીટી એ પોલીસમાં અજય ભગવાનપુરી ગોસ્વામી સામે માર માર્યાની રાવ કરી છે.જેમાં સામાવાળાએ મંદિરના થાળમાંથી લાડવો લઇ લેતા તેને સમજાવવા જતા માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનુ ફરીયાદમાં જણાવાયુ છે.જયારે સામાપક્ષે પણ અજયભાઇ ગોસ્વામીએ પણ ફડાકો ઝીંકીને અપશબ્દો ઉચ્ચાર્યાની ફરીયાદ દિપક શેઠ અને દિપક મહેતા સામેનોંધાવી છે. આ બનાવમાં પોલીસે બંને પક્ષની સામસામી ફરીયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...