તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરમાં ધમકી આપીને ત્યકતા પર દુષ્કર્મ આચર્યુ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં લાલવાડી વિસ્તાર પાસે રહેતી એક યુવતિએ તેણીને ધમકી આપી અવાર નવાર દુષ્કર્મ ગુજાર્યાની ફરીયાદ એક શખ્સ સામે નોંધાવી છે.ભોગગ્રસ્ત યુવતિએ થોડા દિવસ પુર્વે વિષપાન કરી લીધા બાદ તેણીનુ પોલીસે નિવેદન નોંધ્યુ હતુ.લગ્નની લાલચ આપી શખ્સે યુવતિ સાથે કુકર્મ કરી તરફોડી દિધી પણ જાણવા મળ્યુ છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ શહેરની ભાગોળે લાલવાડી વિસ્તારમાં રહેતી એક ચોવીસ વર્ષીય ત્યકતા યુવતિએ તેને લગ્નની લાલચ આપી અવાર નવાર ધમકી આપી દુષ્કર્મ આચર્યાની ફરીયાદ હાજી અયુબ ખફી નામના શખ્સ સામે નોંધાવી છે.આ બનાવની ભોગ બનનાર યુવતિની ફરીયાદ પરથી પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેને દબોચી લીધો છે.

ભોગગ્રસ્ત યુવતિએ થોડા દિવસ પુર્વે વિષપાન કર્યુ હતુ જે બાદ તેને સારવાર અર્થે જી.જી.હોસ્પીટલમાં ખસેડાઇ હતી.જયાં ભાનમાં આવ્યા બાદ પોલીસે તેનુ નિવેદન નોંધ્યુ હતુ.અગાઉ આરોપીએ લગનની લાલચ પણ આપી હતીત્યારબાદ તરફોડીને લગ્નનો ઇન્કાર કરતા આ પગલુ ભર્યા તપાસમાં ખુલ્યુ હતુ.ભોગગ્રસ્ત યુવતિના અગાઉ લગ્ન બાદ છુટાછેડા થયા હતા જયારે તેને પાંચેક વર્ષનુ સંતાન પણ હોવાનુ જાણવા મળ્યુ છે.

15 દિ’ પૂર્વે વિષપાન કરનારી યુવતિનું લેવાયુ નિવેદન
અન્ય સમાચારો પણ છે...